Ahmedabad: 3 જાણીતા બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગનું 150 અધિકારીઓ સાથેનું ઓપરેશન, 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા

Ahmedabad: 3 જાણીતા બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગનું 150 અધિકારીઓ સાથેનું ઓપરેશન, 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા

| Updated on: Feb 11, 2022 | 11:26 AM

આયકર વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આયકર વિભાગ (Income tax department)ના દરોડા નામાંકિત બિલ્ડર્સના ત્યા પડી રહ્યા છે, રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં પણ 3 જાણીતા બિલ્ડર જૂથ (Builder Group) પર આયકર વિભાગના દરોડા (Raid) પડ્યા છે. હાલ તેમની ઓફિસ સહિત રહેઠાણ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. અત્યાર સુધી 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા છે. હાલ સમગ્ર બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા

અમદાવાદના 3 જાણીતા બિલ્ડર જૂથ શિવાલિક, શિલ્પ, શારદા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના 150 અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને 20 બેંક લોકર સીલ કરવામાં આવ્યા. તો બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયો છે. IT અધિકારીઓને 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યાં છે.

અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા

આયકર વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા. આ બિલ્ડર જૂથો અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમ બનાવી કરોડો કમાવા છતાં સરકારને ટેક્સ ચુકવતા ન હતા. મોટાભાગના ગ્રાહકો પાસેથી 90 ટકા રકમ રોકડ લઈને 10 ટકા રકમના જ દસ્તાવેજ બનાવતા હતા. શિવાલિક બિલ્ડરમાં તો કેટલાક IAS અધિકારીઓનું પણ બેનામી રોકાણ હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો-

Kutch: ભારતીય જળસીમામાં ઘુસેલી 11 પાકિસ્તાની બોટ હરામીનાળા પાસેથી ઝડપી લેવાઇ, બોટમાં સવાર માછીમારો ફરાર

આ પણ વાંચો-

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓની સજા અંગે આજે સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી, કોર્ટે 49 આરોપીઓને કર્યા છે દોષિત જાહેર

 

g clip-path="url(#clip0_868_265)">