ગીરના રતાંગ ગામમાં બાળકીની પાછળ પડ્યો સિંહ, માંડ-માંડ બચ્યો જીવ – જુઓ Video

| Edited By: | Updated on: Apr 25, 2026 | 7:10 PM

ગીરના રતાંગ ગામમાં સિંહે બાળકીનો પીછો કરતા ભયનો માહોલ સર્જાયો છે. ડાલામથ્થા અચાનક પોતાનો મારણ કરેલો શિકાર પડતો મુકી બાળકીની પાછળ દોડ્યો હતો. જો કે બાળકીએ દોટ મુકી તેનો જીવ બચાવ્યો છે.

જુનાગઢના રતાંગ ગામ નજીક ગીર જંગલ વિસ્તારમાં ડાલામથ્થાનો એક વીડિયો વાયરલ થયો છે. સિંહ શિકારની મિજબાની માણતો હોય છે એ છોડીને અચાનક એક બાળકીની પાછળ દોડતો જોઈ શકાય છે. થોડી સેકન્ડો માટે ધબકારો ચુકી જવાય તેવો આ વીડિયો ગીરના જંગલ વિસ્તારમા બોર્ડર નજીકનો હોવાનું કહેવાય છે. ગામની વચ્ચે સિંહે મીજબાની માણી રહ્યો છે. ત્યારે અચાનક લોકોને જોઈ જતા સિંહ ભડકી ઉઠે છે અને એક બાળકીની પાાછળ ભાગતો જોઈ શકાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગામમાં સિંહને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા હતા, જેનાથી સિંહ ભડકી ગયો અને એક બાળકીની પાછળ દોડ્યો. જો કે બાળકી સમય સૂચક્તા વાપરી દોડીને તેના ઘરની ગલીમાં જતી રહી. જેનાથી તેને કોઈ જાનહાનિ થઈ નથી.

વન વિભાાગના જણાવ્યા અનુસાર ગરમીના કારણે સિંહ અવારનવાર જંગલમાંથી બહાર આવે છે અને અનેકવાર ગામમાં રહેલા ઘેટાબકારનું મારણ પણ કરે છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં તે માણસ જાત પર ક્યારેય હુમલો કરતા નથી. અધિકારીઓએ એ પણ જણાવ્યુ કે શિકાાર દરમિયાન સિંહને ભીડ અને ઘોંઘાટ પસંદ નથી. આ જ કારણે સિંહ બાળકીની પાછળ દોડવાની ઘટના બની હોઈ શકે. હાલ વનવિભાગ આ સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહ્યુ છે અને લોકોને અપીલ કરવાામાં આવી છે કે વન્ય પ્રાણીઓની નજીક જઈને ભીડમાં એક્ત્ર ન થાય કારણ કે આવુ કરવુ કોઈના પણ માટે જીવલેણ હોઈ શકે છે.

 

શું FD તોડવા પર લાગતી પેનલ્ટીથી બચી શકાય છે? જાણો રોકાણકારો માટેની નવી સ્માર્ટ વ્યુહરચના

Follow Us
Loading...
Unable to load recommendations.