Junagadh Rain : ગિરનાર પર્વત ઉપર ખાબક્યો ચાર ઇંચ જેટલો વરસાદ, પગથિયાઓ પરથી ધોધની જેમ વહ્યા પાણી, જૂઓ Video

| Edited By: | Updated on: Jun 29, 2023 | 9:33 AM

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

Junagadh : હવામાન વિભાગ (Metrologycal department)  દ્વારા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. જેનો અદભૂત નજારો સામે આવ્યો છે.

આ પણ વાંચો-Narmada: 1 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે નર્મદા જિલ્લામાંથી 450થી વધુ શ્રદ્ધાળુઓ રવાના

જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત ઉપર ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ પડતાં ગિરનારના પગથિયાં પરથી પાણી વહેતા થયા છે. જેનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. જો કે વરસાદના કારણે ગિરનાર પર્વત પર આવેલા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો