Monsoon 2023 : વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ Video
Gujarat Rain : ચોમાસા પહેલા પ્રિ-મોનસૂન કામગીરીના મસમોટા બણગા ફૂંકવામાં આવે છે. પરંતુ પહેલો વરસાદ પડતાની સાથે જ તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી જાય છે.
Monsoon 2023 : ચોમાસા પહેલા પ્રિ-મોનસૂન કામગીરીના મસમોટા બણગા ફૂંકવામાં આવે છે. પરંતુ પહેલો વરસાદ પડતાની સાથે જ તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી જાય છે. આવુ જ કંઇક જોવા મળી રહ્યું છે વિરમગામ શહેરમાં. જ્યાં ચોમાસાના પહેલા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાઇ ગયા છે.
આ પણ વાંચો : Monsoon 2023 Breaking: મુંબઈ સહિત મહારાષ્ટ્રના 6 જિલ્લામાં મુશળધાર વરસાદ શરૂ, રાયગઢમાં ખડક ખસવાથી રસ્તો બંધ
પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી
શહેરના ભરવાડી દરવાજા, નાના મોટા પરકોટા વિસ્તારમાં ઘૂટણસમા પાણી ભરાઇ ગયા છે. પરકોટા વિસ્તારમાં 10થી વધુ મકાનોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યુ છે. 1 ઇંચ વરસાદમાં જ પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Latest Videos