જુનાગઢ: માણાવદરના પૂર્વ MLA અરવિંદ લાડાણીએ 600થી વધુ સમર્થકો સાથે કર્યા કેસરીયા, જવાહર ચાવડાની ગેરહાજરી- વીડિયો

|

Mar 14, 2024 | 8:43 PM

લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાનો સિલસિલો યથાવત છે અને વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરીયા કર્યા છે. જુનાગઢના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરીયા કર્યા છે. 600થી વધુ સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાયા છે.

માણાવદરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ આખરે આજે કેસરીયા કરી જ લીધા છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ 600થી વધુ સમર્થકો અને કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કેસરીયા કરી લીધા છે. વંથલીમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં તેમણે કેસરીયા કર્યા હતા. જેમા જવાહર ચાવડાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. પોતાના જ મત વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ચાવડા ગેરહાજર રહ્યા હતા. ત્યારે અરવિંદ લાડાણીના ભાજપ પ્રવેશ સામે ચાવડા નારાજ હોવાની વાત સામે આવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં લાડાણીએ માણાવદરથી જવાહર ચાવડાને આપી હતી માત

અરવિંદ લાડાણી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. હાલ ચાવડા વિરોધ પક્ષના4 નેતાના ભાજપ પ્રવેશથી નારાજ હોવાની વાત સામે આવી રહી છે. જોકે અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાની નારાજગીની વાતને રદિય આપતા જણાવ્યુ કે તેઓ અન્ય કારણસર ન આવી શક્યા હોય તેવુ બની રહી છે. કોઈ નારાજગી નથી.

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપમાં ભરતીમેળો શરૂ છે. આજે જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠા પટેલ પણ ભાજપમાં જોડાયા છે. આપના પ્રદેશ મંત્રી ચેતન ગજેરાએ પણ કેસરીયા કર્યા છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

આ પણ વાંચો: રાજકોટ આવાસ કૌભાંડના આરોપી બંને મહિલા કોર્પોરેટરને ભાજપે પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, કોર્પોરેટર પદે યથાવત રખાતા અનેક તર્ક વિતર્ક- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:40 pm, Thu, 14 March 24

Next Video