જૂનાગઢ મહાનગરપાલિકાએ (Junagadh Municipal Corporation) હાઈકોર્ટના આદેશ મુજબ ફાયર એનઓસી, બી.યુ. સર્ટીફીકેટ વગરની ધમધમતા એકમો પર તવાઇ બોલાવવાનું શરુ કર્યુ છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 16 મિલ્કતને નિયમભંગ બદલ કામગીરી હાથ ધરી છે. જેમાં કેટલીક હોસ્પિટલ સીલ (Hospital seal) કરતા તબીબોએ રસ્તા પર ઊભા રહીને દર્દીઓનું સ્વાસ્થ્ય તપાસી દવા આપવી પડી હતી.
જુનાગઢ મહાનગરપાલિકાએ હાઈકોર્ટના આદેશ મુજબ ફાયર એનઓસી, બી.યુ. સર્ટીફીકેટ વગરની ધમધમતી હોસ્પીટલો, શાળા હાઈરાઈઝ બિલ્ડીંગો, કોમર્શીયલ, કોમ્પલેક્સ સહિતની વિવિધ બિલ્ડીંગોમાં શિવરાત્રીનો મેળો પુરો થયા બાદ સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ બાલાજી એવન્યુની કેટલીક હોસ્પિટલ બીયુ પરમિશન ન હોવાથી સીલ કરી છે. આ હોસ્પિટલના તબીબે આક્ષેપ કર્યો કે દર્દીઓ દાખલ હતા અને તેમને ખસેડવા જેટલો સમય પણ તંત્રએ ન આપ્યો. હોસ્પિટલ સીલ થતા તબીબે રોડ પર ઉભા રહીને દર્દીઓને તપાસ્યા અને દવા લખી આપી. આ કોમ્પલેક્સના નીચે દર્દીઓની લાંબી કતાર જોવા મળી.
જૂનાગઢ શહેરમાં મોટાભાગના કોમર્શીયલ બિલ્ડીંગો બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. વગર ના હોય અને આ બાબતે હાઈકોર્ટે મહાનગરપાલિકાના કમિશનરનો ઉધડો લેતા મહાનગરપાલિકાનું તંત્ર હવે સફાળું જાગ્યું છે. આવા ગેરકાયદેસર બિલ્ડિંગો હોસ્પિટલો શાળા-કોલેજ દુકાનો એપાર્ટમેન્ટ સીલ કરવાની કામગીરી પાંચેક દિવસથી શરૂ કરી છે પરંતુ તેમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો તબીબોએ આક્ષેપ કર્યો છે. મોતી બાગ નજીક આવેલા બાલાજી એવન્યુને સીલ કરતા હોબાળો મચી ગયો હતો. જૂનાગઢના કોંગ્રેસ પ્રમુખે દર્દી અને તબીબોની થતી હેરાનગતિ મુદ્દે વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 7:38 am, Wed, 9 March 22