Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JUNAGADH : ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય તેવી ઉઠી માગ, ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો

JUNAGADH : ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય તેવી ઉઠી માગ, ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 7:10 PM

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે મહા શિવરાત્રીનો મેળો બંધ છે. હાલ કોરોના સંક્રમણ ઘટતા અંબાજી મંદીરના મહંત તનસુખ ગીરી બાપૂએ મેળો યોજાય તેવી રાજય સરકાર અને જિલ્લા તંત્રને માગ કરી છે.

JUNAGADH :  આગામી 25 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો (Mahashivaratri) પર્વ હોવાથી જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ (MLA Bhikhabhai Joshi)મેળાને મંજૂરી આપવા બાબતે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. કોરોના સંક્રમણ ઘટી ગયું હોવાથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને (Chief Minister Bhupendra Patel)રજૂઆત કરી છે. તાત્કાલિક આ મામલે કોઈ નિર્ણય લેવા ધારાસભ્ય ભીખાભાઈ જોશીની માગ છે.

ભવનાથમાં મેળો યોજાશે કે નહીં ?

તંત્ર કે રાજ્ય સરકાર દ્વારા શિવરાત્રી મેળો (Bhavnath Shivratri Fair)યોજાશે કે નહીં તે મુદ્દે હજુ સુધી નક્કી થયું નથી. ત્યારે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આગામી 25 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીનો મેળો યોજાય તેવી માગ ઉઠી છે. કોરોનાના કેસ ઘટયા હોવાથી મેળો યોજાવાની માગ છે. સ્થાનિક સંતો, ગીરનારના ઉતારા મંડળના પ્રમુખ, મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિત ધારાસભ્ય ભીખા જોશીની શિવરાત્રી મેળો યોજાય તેવી માગ છે.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે મહા શિવરાત્રીનો મેળો બંધ છે. હાલ કોરોના સંક્રમણ ઘટતા અંબાજી મંદીરના મહંત તનસુખ ગીરી બાપૂએ મેળો યોજાય તેવી રાજય સરકાર અને જિલ્લા તંત્રને માગ કરી છે. ભવનાથ તળેટીમાં અનેક ધર્મ સ્થાનો અને જ્ઞાતીની જગ્યાઓ આવેલી છે ત્યારે મહા શિવરાત્રી મેળા માટે કોઇ હજૂ સુધી સરકાર દ્વારા નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચો : Gandhinagar : ગ્રામ વિકાસ મંત્રી કલોલના આદર્શ ગામ બિલેશ્વપુરાની મુલાકાતે, મોડેલ ઇ- ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ

આ પણ વાંચો : Ahmedabad: સિવિલ હોસ્પિટલની અવિસ્મરણીય સિધ્ધી, એક જ દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન

g clip-path="url(#clip0_868_265)">