Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ બની પ્રબળ, અમરગીરી બાપુએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ
ઢના ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂક માટે પ્રબળ માંગ ઉઠી છે. અમરગીરી બાપુએ સરકાર હસ્તક રહેલા મંદિરના સંચાલન પર સવાલ ઉઠાવ્યા છે અને ગુરુ-શિષ્ય પરંપરા મુજબ મહંતની તાત્કાલિક નિમણૂકની અપીલ કરી છે. છેલ્લા એક વર્ષથી મંદિરનું સંચાલન સરકાર હસ્તક છે, જે વિવાદનું કારણ બન્યું છે.
જુનાગઢમાં ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂકની માગ પ્રબળ બની છે. ભવનાથ મંદિર પરિસરના અમરગીરી બાપુનો વીડિયો વાયરલ થયો છે. જેમા બાપુ મહંતની નિમણૂક કરવાની માગ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી મંદિરનું સંચાલન સરકાર હસ્તક છે. ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંતની નિમણૂક થવી જોઈએ. આ સાથે અમરગીરી બાપુએ સરકાર તેમજ તંત્ર સામે પણ પ્રહાર કર્યા.
હાલ ભવનાથ મંદીર ના મહંત ની નીમણુક ની માંગ પ્રબળ બનતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ઉલ્લેખનિય છે કે ભવનાથ મંદિરનુ સંચાલન છેલ્લા એક વર્ષથી સરકાર હસ્તક છે. પૂર્વ મહંત હરીગીરી બાપુની મુદત પુરી થતા અનેક વિવાદો ઉભા થયા હતા. પૂર્વ મહંત હરીગીરી બાપુની ફરી નિમણૂક ના થાય તે માટે અનેક સાધુ-સંતો મેદાનમાં આવ્યા હતા. જે બાદ સરકાર દ્વારા મંદીરમા વહીવટીદારની નિમણૂક કરી હતી.
આ તરફ જૂના અખાડાનાં નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ છે. જુનાગઢ ભારતી આશ્રમનાં વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ આ નિયુક્તી કરવામાં આવી છે.
ખાલી પડેલા પદ પર તેમના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુની નિમણૂક કરવામાં આવી. નાસિક ખાતે જૂના અખાડાના સાધુ સંતો અને પદાધિકારીઓની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે. શાસ્ત્રોકત વિધી વિધાન સાથે ચાદર ઓઢાડીને હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh