જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક, 10 લાખ બોક્સ કેરીની થઈ આવક

| Edited By: | Updated on: Jun 21, 2026 | 6:17 PM

જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. ગત વર્ષે 8 લાખ બોક્સ કેરીની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે 10 લાખ બોક્સ કેરીની આવક થઈ છે.

તાલાલા ગીરની કેસર કેરી ન માત્ર ગુજરાતમાં પરંતુ વિશ્વવિખ્યાત છે. ગીરની કેસર કેરીને GI ટેગ પણ મળેલો છે. મીઠી મધુરી કેસર કેરીનું આ વખતે સારુ ઉત્પાદન થતા ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા છે. જૂનાગઢ APMCમાં કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. કેરીના સારા ભાવ મળતા ખેડૂતોને ફાયદો થયો છે. હાલ કેરીની સિઝન થોડા દિવસોમાં પુરી થવાના આરે છે. ત્યારે જુનાગઢ માર્કેટ યાર્ડમાં આજે 10 હજાર બોસ્ક કેરીની આવક નોંધાઈ હતી. કેરીના વેપારીના કહેવા પ્રમાણે હવે કેરીની સિઝન પૂર્ણ થઈ છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસ બાદ લોકો કેરી ખાવાનું બંધ કરે છે.

આ વર્ષે કેરીનો પાક પણ સારો મળ્યો છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. APMCમાં ગત વર્ષે 8 લાખ બોક્સ કેરીની આવક નોંયાઈ હતી. જ્યારે આ વર્ષે 2 લાખ બોક્સના વધારા સાથે 10 લાખ બોક્સ કેરીની આવક થઈ છે. ત્યારે સારા ભાવ અને વરસાદ પાછો ખેંચાતા લાંબી ચાલેલી કેરીની સિઝનથી ખેડૂતોની મોટો ફાયદો થયો છે.

દેશભરમાં યોજાઈ NEET ની રિએક્ઝામ, વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે શિક્ષણ જગત અને NTA ની પણ અગ્નિપરીક્ષા

Follow Us
Loading...
Unable to load recommendations.