ચૂંટણી પહેલા નર્મદા જિલ્લા BTPમાં ભંગાણ ! હોદ્દેદારો સહિત 500 કાર્યકર્તાઓએ ‘આપ’નો રસ્તો પકડતા રાજકીય ગરમાવો

|

Oct 05, 2022 | 7:16 AM

જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ દિલ્લીમાં કેજરીવાલ (Arvind kejriwal) સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્ય મહેશ વસાવા સ્થાનિક પ્રશ્નો ન સાંભળતા હોવાનો રાજીનામા આપનાર તમામ લોકોએ આરોપ લગાવ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા (Gujarat Election 2022) નર્મદા જિલ્લા BTPને મોટો ઝટકો લાગ્યો છે. BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ સોશિયલ મીડિયા પર રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રમુખ ચેતર વસાવા (Chetar vasava) સાહિત BTPના ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવા અને ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા પણ આપમાં જોડાયા છે. હવે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. મહત્વપૂર્ણ છે કે, પ્રમુખ ચેતર વસાવાએ દિલ્લીમાં કેજરીવાલ (Arvind kejriwal) સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્ય મહેશ વસાવા સ્થાનિક પ્રશ્નો ન સાંભળતા હોવાનો રાજીનામા આપનાર તમામ લોકોએ આરોપ લગાવ્યો છે.

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસની નજીક !

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ ઝઘડિયા અને ડેડિયાપાડા ગુજરાત વિધાનસભા બેઠકને લઈ BTP સાથે ગઠબંધન કરી શકે છે. અગાઉ કોંગ્રેસના (Congress) મીડિયા ઈનચાર્જ પવન ખેરા અને છોટુ વસાવાની (Chhotu Vasava)મુલાકાત થઈ હતી. આ દરમિયાન બે બેઠક પર સંમતિ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું હતુ કે, ચૂંટણીલક્ષી જોડાણ અને ગઠબંધનના જે પણ નિર્ણય હશે તે અમારા પ્રભારી અને હાઈકમાન્ડ લેશે.

 

Next Video