Breaking News : અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી પણ પાણીની આ ટાંકી પર જેસીબી મશીન કેવી રીતે ચડ્યું તે અંગે સૌ કોઈના મનમાં સવાલ થઈ રહ્યો છે. અમદાવાદના સારંગપુરના આ દ્રશ્યો છે. જ્યાં જૂની ટાંકી તોડવાની કામગીરી હાથ ધરવા માટે પાણીની ટાંકી પર ભારે ભરખમ જેસીબી મશીન મોકલવામાં આવ્યું. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો આ વીડિયો જોઈને રમૂજી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
અમદાવાદ શહેરના સારંગપુર સર્કલ પર આવેલ પાણીની ટાંકી તોડવા જેસીબી મશીનને ટાંકી ઉપર ચડાવાયું છે. ટાંકી પર જેસીબી મશીન ચડાવીને ટાંકી તોડવામાં આવી રહી હોવાનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અમદાવાદના સારંગપુરની વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવા જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેસીબી મશીન જમીન પર નહીં પરંતુ ટાકીની ઉપર છે અને ત્યાંથી પાણીની ટાંકી તોડવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં લોકોએ વીડિયો અંગે રમૂજી કમેન્ટ કરી છે. જેમાં પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી પણ પાણીની આ ટાંકી પર જેસીબી મશીન કેવી રીતે ચડ્યું તે અંગે સૌ કોઈના મનમાં સવાલ થઈ રહ્યો છે. અમદાવાદના સારંગપુરના આ દ્રશ્યો છે. જ્યાં જૂની ટાંકી તોડવાની કામગીરી હાથ ધરવા માટે પાણીની ટાંકી પર ભારે ભરખમ જેસીબી મશીન મોકલવામાં આવ્યું.
હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો આ વીડિયો જોઈને રમૂજી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
