Breaking News : ખેડાના કપડવંજમાં કમળાનો ભરડો, તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ, જુઓ Video

Breaking News : ખેડાના કપડવંજમાં કમળાનો ભરડો, તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 09, 2025 | 4:15 PM

ખેડાના કપડવંજ શહેરમાં કમળાના વધારે કેસ જોવા મળ્યો છે. TV9ના અહેવાલ બાદ તંત્ર આવ્યું હરકતમાં આવ્યું છે. 4 દિવસથી નિષ્ક્રિય ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે.

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે રોગચાળાનો ભરડો થયો છે. ખેડાના કપડવંજ શહેરમાં કમળાના વધારે કેસ જોવા મળ્યો છે. TV9ના અહેવાલ બાદ તંત્ર આવ્યું હરકતમાં આવ્યું છે. 4 દિવસથી નિષ્ક્રિય ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. હોસ્પિટલ પહોંચી દર્દીઓને આરોગ્ય વિભાગના અધિકારીઓ મળ્યા હતા. મુલાકાત દરમિયાન દર્દીઓની કેસ હિસ્ટ્રી એકત્ર કરાઈ હતી. તાત્કાલિક રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપવામાં આવશે.

ખેડાનું કપડવંજ શહેર કમળાના રોગચાળાના ભરડામાં સપડાયું છે. શહેરમાં 4 દિવસમાં જ કમળાના 35 કેસ નોંધાયા છે. સૌથી વધુ મોતીપુરા, મીઠીકુઈ, ઘાંચી બારીમાં કમળાએ ભરડો લીધો છે. તો સૈયદવાડા, કસ્બા, કુરેશી મહોલ્લામાં પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. આરોપ છે કે દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો છે. અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા કામગીરી નથી કરાતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો