રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ પાડી છે. કોઠાવાળા ચાલી નજીક ચાલતા દેશી દારુના અડ્ડાથી સ્થાનિકો પરેશાન થતા હતા. દૂધના કેનમાં મોટી માત્રામાં દારુની પોટલી લોકોએ ઝડપી છે. ઘરની અંદર સંતાડેલી દારૂની પોટલી પણ લોકોએ પકડી હતી. ટેમ્પો કે રીક્ષામાં દારૂનો જથ્થો રાખી વેચવામાં આવતો હતો. ગોમતીપુર પોલીસને અનેક રજૂઆત છતાં કોઈ પગલા નહીં લેતા આખરે લોકોએ રેડ કરી છે.
આ અગાઉ મહેસાણામાં વિસનગરના બાસણામાં મહિલાઓની જનતા રેડ પાડી હતી. દેશી દારુના અડ્ડા પર મહિલાઓએ રેડ પાડી હતી. મહિલાઓની રેડ બાદ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી. વિસનગર તાલુકા પોલીસે રેડ કરી બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઠાકોર પ્રહલાદજી ફુલાજી નામના બુટલેગર સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદ નોંધાતા બુટલેગર ફરાર થયો હતો. પોલીસ હપ્તા લેતી હોવાનો મહિલાઓનો આરોપ લગાવ્યો હતો.