જામનગર મહાનગરપાલિકા ઈન્ચાર્જ પાલિકા બની, 55 ટકા જગ્યા ખાલી, સ્ટાફના અભાવે વિલંબમાં પડ્યા લોકોના કામ
Jamnagar: જામનગર મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ પાલિકા હોવાથી મોટાભાગની જગ્યા કાલી છે. જેમાં કુલ મહેકમ 55 ટકાથી વધુ જગ્યા ખાલી છે. હાલ માત્ર 45 ટકા સ્ટાફથી કામગીરી કરવામાં આવે છે.
Jamnagar: જામનગર મહાનગરપાલિકા ઈન્ચાર્જ પાલિકા બની છે. મહાનગરપાલિકામાં 55 ટકા મહેકમ ખાલી હોવાથી મોટાભાગની જગ્યા ઈન્ચાર્જ પર ચાલે છે. પુરતો સ્ટાફ ન હોવાથી નિયમિત અને સમયસર કામ થઈ શક્તા નથી હાજર રહેલા કર્મચારીઓ- અધિકારીઓ પર કામનું ભારણ વધે છે. વર્ગ 1માં 25 ટકા ભરાયેલા અને 75 જગ્યાઓ ખાલી છે. એક અધિકારીને બે કે તેથી વધુના ચાર્જ આપવામાં આવ્યા છે.
મનપા છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ પાલિકા
જામનગર મહાનગર પાલિકા છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ પાલિકા બની છે. મહાનગર પાલિકામાં મોટાભાગના અધિકારીઓની જગ્યાઓ ખાલી હોવાથી ઈન્ચાર્જ પર ગાડુ ચલાવવામાં આવે છે. જામનગર મહાનગર પાલિકામાં કુલ મહેકલ 55 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. જયારે માત્ર 45 ટકા સ્ટાફથી કામગીરી કરવામાં આવે છે. જેના કારણે લોકોને મળતી પાયાની સુવિધાને લગતી કામગીરીમાં વિલંબ થતો રહે છે.
વર્ગ -1માં કુલ 12 અધિકારી પૈકી માત્ર 3 જ અધિકારી
ફરજ પર રહેલા કર્મચારીઓ- અધિકારીઓ પર કામનુ ભારણ બમણાથી વધુ આવે છે. મહાનગર પાલિકાની દૈનિક કામગીરી પણ સ્ટાફના અભાવે થવામાં વિલંબથી થાય છે. આંકડામાં નજર કરીએ તો જામનગર મહાનગર પાલિકામાં વર્ગ -1માં કુલ 12 અધિકારી પૈકી માત્ર 3 જ અધિકારી છે. જયારે 9 જગ્યાઓ ખાલી છે. જેથી એક અધિકારીને 2 કે તેથી વધુ ચાર્જ આપીને ઈન્ચાર્જથી ચાલે છે.
- વર્ગ-2માં કુલ 88 જગ્યાઓ પૈકી 48 જગ્યાઓ ભરાયેલી છે, 40 જગ્યાઓ ખાલી છે
- વર્ગ-3માં કુલ 773 જગ્યાઓ પૈકી માત્ર 264 જગ્યાઓ ભરાયેલી છે, 509 જગ્યાઓ ખાલી છે
- વર્ગ-4માં કુલ 305 જગ્યાઓ પૈકી 210 જગ્યાઓ ભરાયેલી છે અને 95 જગ્યાઓ ખાલી છે
- આમ કુલ વર્ગ-1 થી 4માં 1178 જગ્યાઓ પૈકી માત્ર 525 જગ્યાઓ ભરાયેલી છે અને 653 જગ્યાઓ ખાલી છે
- મહાનગર પાલિકાની ખાલી જગ્યાઓ ભરતી કરવા માટે ઉચ્ચ કક્ષાએ જણાવવામાં આવ્યુ છે
- વર્ગ-2, વર્ગ-3, અને વર્ગ-4માં 216 જગ્યાઓ કોન્ટ્રાકટ બેઈજ ભરી છે. તેમજ 201 જગ્યાઓ આઉટ.સોર્સિંગથી ભરી છે
આ પણ વાંચો : Jamnagar : ધ્રોલના માર્કેટીંગ યાર્ડમાં થયેલી ચોરીમાં અન્ય બે આરોપીઓ ઝડપાયા, પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો
અરજદારોને માત્ર એક સહી માટે પણ કલાકો રાહ જોવી પડે તેવી સ્થિતિ
લાંબા સમયથી ખાલી જગ્યાઓથી અન્ય કર્મચારી-અધિકારીઓને વધારોનો ચાર્જ આપવામાં આવે છે. કર્મચારીઓ પર કામનુ ભારણ વધે છે. કેટલાક અધિકારી-કર્મચારીઓને મોડી સાંજ સુધી કામ કરવાની ફરજ પડે છે. એક જ અધિકારી પાસે વધુ ચાર્જ હોવાથી સહીઓ કરવા માટે કલાકો સુધી કર્મચારીઓ રાહ જોવા પડે છે. કચેરીના ઓફીસ પુર્ણ થાય બાદ પણ મોડી સાંજ સુધી કામ માટે પાલિકાની કચેરીમાં રોકવુ પડે છે. જાહેર રજાઓ કે રવિવારની રજામાં કચેરીમાં કામમાં દોડધામ રહે છે. આ તમામ વચ્ચે નિયમિત કામ પુર્ણ થતા સ્થાનિક લોકોની ફરીયાદો વધે છે. તેમજ તંત્રની કામગીરીને લઈને લોકોમાં અસંતોષ વધ્યો છે. ઓછા સ્ટાફને કારણેે કામનુ બમણુ ભારણ હોવાથી ઓવરટાઈમ ઈન્ચાર્જ કર્મચારીઓ કામ કરે છે. આમ છંતા તંત્રની કામગીરીને લઈને લોકોના રોષનો સામનો પણ કરવો પડે છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો