Jamnagar Rain Video : જામનગરમાં વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગ, NDRF અને SDRFની ટીમ ખડેપગે
એક દિવસવના વરસાદી વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયુ છે. મુશળધાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સ્વામીનારાયણ નગર વિસ્તારમાં બે ફૂટ જેટલું પાણી ભરાઇ ગયુ છે.
Jamnagar : ગુજરાતમાં ચોમાસુ (Monsoon 2023) જામ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ (Rain) વરસી રહ્યો છે. જામનગર શહેરમાં વરસાદનું આગમન થયુ છે. એક દિવસવના વરસાદી વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયુ છે. મુશળધાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સ્વામીનારાયણ નગર વિસ્તારમાં બે ફૂટ જેટલું પાણી ભરાઇ ગયુ છે. મુખ્ય માર્ગ પર જ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને પગલે 2 રેસ્કયુ ટીમ તહેનાત કરવામાં આવી છે. તો એક NDRFની ટીમ અને 1 SDRFની ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે
આ પણ વાંચો- Breaking News : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયુ ઉદ્ઘાટન, જૂઓ Video
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો