Jamnagar : રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયાના આકાશી દ્રશ્યો આવ્યા સામે, જૂઓ Video

|

Jul 04, 2023 | 9:21 AM

જામનગર શહેરની જીવાદોરી ગણાતો અને પાણી પૂરૂં પાડતો રણજીત સાગર ડેમ (Ranjit Sagar Dam) ઓવરફ્લો થઇ ગયો છે. ધોધમાર વરસાદ (Rain) બાદ ડેમમાં છલોછલ પાણી ભરાઇ ગયું છે. ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

Jamnagar : વરસાદના કારણે ગુજરાતના નદી-નાળામાં નવા નીરના આવક થઇ રહી છે. તો ડેમો પણ પાણીની આવકથી છલકાઇ રહ્યા છે. ત્યારે જામનગર શહેરની જીવાદોરી ગણાતો અને પાણી પૂરૂં પાડતો રણજીત સાગર ડેમ (Ranjit Sagar Dam) ઓવરફ્લો થઇ ગયો છે. ધોધમાર વરસાદ (Rain) બાદ ડેમમાં છલોછલ પાણી ભરાઇ ગયું છે. ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રણજીત સાગર ડેમની જળ સપાટી 28 ફુટની છે. વરસાદના કારણે પાણીએ ડેમની સપાટી વટાવી દીધી છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જો કે હજુ તો વરસાદની સીઝન બાકી છે. ચોમાસાના પ્રારંભે જ રણજીત સાગર ડેમ સંપૂર્ણ રીતે ભરાઇ જતા ઓવરફ્લો થઇ ગયો છે. જેથી શહેરીજનો માટે પીવાના પાણીની ચિંતા રહી નથી.

આ પણ વાંચો- Gujarati Video : અમરેલીના ચલાલાના લાખાપાદર ગામનો ચેકડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Next Video