Jamnagar : સિદસર ઉમિયાધામમાં પાટીદાર સમાજનું મહા સંમેલનમાં થયો મહત્વનો ઠરાવ, કુરિવાજો દૂર કરવા લેવાયા અનેક નિર્ણય, જુઓ Video
જામજોધપુરના સિદસર ઉમિયાધામમાં પાટીદાર સમાજનું મહા સંમેલન મળ્યું હતુ. જેમાં પાટીદાર સમાજની આર્થિક પ્રગતિ થાય અને કુરિવાજો દૂર થાય તેવા કેટલાક મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા. પાટીદાર સમાજના ખેડૂતો રસાયણો મુક્ત પ્રાકૃતિક ખેતીને અપનાવે તેના પર સૌ આગેવાનોએ ભાર મૂક્યો હતો, તો મિલકતને લગતા પ્રશ્નોમાં કોર્ટ કેસના બદલે સામાજીક સમજૂતિથી નિવેડો લાવવાનું નક્કી કરાયું.
Jamnagar : જામજોધપુરના સિદસર ઉમિયાધામમાં પાટીદાર સમાજનું મહા સંમેલન મળ્યું હતુ. જેમાં પાટીદાર સમાજની આર્થિક પ્રગતિ થાય અને કુરિવાજો દૂર થાય તેવા કેટલાક મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા. પાટીદાર સમાજના ખેડૂતો રસાયણો મુક્ત પ્રાકૃતિક ખેતીને અપનાવે તેના પર સૌ આગેવાનોએ ભાર મૂક્યો હતો, તો મિલકતને લગતા પ્રશ્નોમાં કોર્ટ કેસના બદલે સામાજીક સમજૂતિથી નિવેડો લાવવાનું નક્કી કરાયું.
આ પણ વાંચો- Breaking News : મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર PM મોદીએ રાજઘાટ પહોંચી બાપુને આપી શ્રદ્ધાંજલિ
આ સિવાય લેવાયેલા અન્ય મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યા હતા.જેવા કે પાટીદાર યુવાનો શિક્ષણમાં આગળ આવે અને યુવાનો દારૂ-જુગાર સહિતના વ્યસનોથી દૂર રહે, આ ઉપરાંત દેખાદેખીમાં લોન લઈને થતા સામાજિક ખર્ચ બંધ કરવા માટે સૌ સહમત થયા હતા. પાટીદાર સમાજના હિતમાં રહેલા ઠરાવોની યોગ્ય અમલવારી માટે અગ્રણીઓની સમિતિ બનાવવામાં આવી છે. તેમજ સૌ તેનું પાલન કરે તે માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા.
સિદસર ઉમિયાધામમાં આયોજીત બિલ્વપત્ર સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા હાજર રહ્યાં હતા. તો પાટીદાર સમાજના ઉદ્યોગપતિ અને શિક્ષણ જગતના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પૂર્વે 11 જીલ્લાના 125 સ્થળેથી કાર રેલી ઉમિયાધામ સિદસર પહોંચી હતી. જેમાં 6 હજારથી વધુ કાર સામેલ થતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો. પાટીદાર સમાજની પ્રગતિ માટે લેવાયેલા ઠરાવોના યોગ્ય અમલ માટે ગ્રામ્ય સ્તરે લોકોને સમજ આપવામાં આવશે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો