Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : જામજોધપુરના પૂર્વ કોંગ્રસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાની CM સાથે મુલાકાત, અનેક તર્ક વિર્તક, જુઓ Video

Jamnagar : જામજોધપુરના પૂર્વ કોંગ્રસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાની CM સાથે મુલાકાત, અનેક તર્ક વિર્તક, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 5:13 PM

જામનગરના જામજોધપુરના પૂર્વ કોંગ્રસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ખાનગી મુલાકાત કરી હતી. બંનેની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. જામજોધપુરના પૂર્વ કોંગ્રસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રસના ઉમેદવાર રહ્યા હતા. જેને લઈને ચિરાગ કાલરીયાનો CM સાથેનો ફોટો વરાળ થતાં રાજકારણમાં ચર્ચાનો દોર વધ્યો છે.

જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયાની CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. બન્નેની મુલાકાતના ફોટા વાયરલ થયા હતા. સીએમ સાથેની મુલાકાત બાદ અનેક તર્ક વિર્તક શરૂ થયા છે. ચિરાગ કાલરીયા ભાજપ જોડાશે તેવી ચર્ચાને વેગ મળ્યો છે. જામજોધપુરના સિદસરમાં સામાજીક કાર્યક્રમમાં સીએમ  હાજર રહ્યાં હતા. જે દરમ્યાન નો આ ફોટો વાયરલ થયો છે.

આ પણ વાંચો : Jamnagar: બે દિવસમાં બે વાનગી માંથી નીકળી જીવાત, પિત્ઝામાં જીવાત દેખાતા ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video

જામનગરના જામજોધપુરમાં સિદસરમાં સામાજીક કાર્યક્રમમાં સીએમની ખાસ હાજરી જોવા મળી હતી. કાર્યકમમાં પહોચ્યા પહેલા હેલિપેડ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા સાથે કરી ખાનગી મુલાકાત કરી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગ કાલરીયા કોંગ્રસના ઉમેદવાર રહ્યા હતા. જામજોધપુરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા ખાનગી બેઠક કરી યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ બેઠક કરવા આમંત્રિત કર્યા. પાટીદાર સમાજના સામાજીક સંમેલનમાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 01, 2023 05:12 PM
g clip-path="url(#clip0_868_265)">