જામનગરની જી.જી. હોસ્પિટલ સામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અનામી ફરિયાદ, રેસિડેન્ટ્સનું શોષણ કરવાનો આરોપ

| Edited By: | Updated on: Aug 15, 2026 | 9:51 PM

જામનગરની જીજી હોસ્પિટલને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જીજી હોસ્પિટલ સામે સોશિયલ મીડિયામાં એક અનામી ફરિયાદ વાયરલ થઈ છે. જેમા રેસિડેન્ટ ડૉક્ટર્સનું શોષણ થતુ હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી. રેસિડેન્ટ ડોક્ટરો સાથે કથિત શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરતી એક અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. વાયરલ ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરો પાસે 40થી 44 કલાક સુધી સતત ડ્યૂટી કરાવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો.

એટલું જ નહીં, ઇમરજન્સી દરમિયાન 60 કલાક સુધી સતત ફરજ કરાવાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. રેસિડેન્ટ ડોક્ટરોને મહિને એક પણ દિવસની રજા મળતી નથી. પૂરતો આરામ અને સમયસર ખોરાક ન મળતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા.

જોકે અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ એમ.પી. શાહ મેડિકલ કોલેજ પ્રશાસને તપાસ હાથ ધરી અને તે બાદ ડીને દાવો કર્યો કે મેડિકલ કોલેજમાં કોઈ નકારાત્મક પ્રવૃત્તિ ચાલતી નથી.

“જો તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક હર્ષે જીવ ગુમાવવો પડશે”- સુરતના રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં પિતાની વેદના

Follow Us
Loading...
Unable to load recommendations.