જામનગરમાં સામુહિક દુષ્કર્મના કેસમાં પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ,જુઓ Video
જામનગર શહેરમાં સામુહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેઈલ કરી ત્રણ શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મહાઉસ પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
જામનગર શહેરમાં સામુહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેઈલ કરી ત્રણ શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મહાઉસ પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
સગીરા સાથે દુષ્કર્મ મામલે પિતરાઈ કાકાને 20 વર્ષની જેલ
બીજી તરફ અમદાવાદમાં સતત બીજા દિવસે પોક્સો કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. સગીરા સાથે દુષ્કર્મ મામલે પિતરાઈ કાકાને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સગીરા સાથે પિતરાઈ કાકાએ અનેક વખત દુષકર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર દુષ્કર્મ બાદ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. દુષ્કર્મ સામે દાખલારૂપ ચુકાદો આપવો જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યુ હતુ જેના પગલે કોર્ટે આરોપીને 20 વર્ષ જેલની સજા ફટકારી છે.