જામનગર : PM આવાસ યોજનાના લાભાર્થીઓ પરેશાન, 15 દિવસથી પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત

છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી અહીં લાભાર્થી રહે છે. પરંતુ મેન્ટેન્સ યોગ્ય રીતે ના થતા કોમનની વીજકનેશનનુ બીલ ના ભરાતા તે કનેકશન વિભાગ દ્રારા કાપી નાખવામાં આવ્યુ છે. છેલ્લા 10 દિવસથી વીજળી ગુલ થતા લીફટ બંધ થઈ છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 30, 2022 | 10:14 PM

જામનગરના (Jamnagar)લાલવાડી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Awas Yojna)હેઠળ લાભાર્થીઓને આવાસ તો મળ્યા. પરંતુ અહીં સમસ્યા પારાવાર છે. અને આવાસમાં સોસાયટીના પ્રમુખ યોગ્ય રીતે (Maintenance)મેન્ટેન્સ ન કરતા હોવાનો લાભાર્થીઓએ આરોપ લગાવ્યો છે.પ્રમુખે આવાસના વીજ બિલ ન ભરતા કનેકશન કાપી નાખવામાં આવ્યા છે.જેથી છેલ્લા 10 દિવસથી વીજળી ગુલ થતા લીફટ બંધ થઈ છે.જેને લઈને રોષે ભરાયેલા લાભાર્થીઓએ મનપા કમિશનરને રજૂઆત કરી લેખિત અરજી આપી છે.બીજી તરફ ઉનાળામાં ગરમીના દિવસોમાં 15 દિવસથી પાણીની સમસ્યા સર્જાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી અંહી લાભાર્થી રહે છે. પરંતુ મેન્ટેન્સ યોગ્ય રીતે ના થતા કોમનની વીજકનેશનનુ બીલ ના ભરાતા તે કનેકશન વિભાગ દ્રારા કાપી નાખવામાં આવ્યુ છે. છેલ્લા 10 દિવસથી વીજળી ગુલ થતા લીફટ બંધ થઈ છે.આ ઉપરાંત પાણી માટે મુશ્કેલી થાય છે. જે 2 થી 7 માળ સુધી લીફટ બંધ થતા સીડી ચડીને અવર-જવર કરવી મુશ્કેલ બને છે. તેમજ ગરમીના દિવસોમાં પાણી વગર સમસ્યાઓ થાય છે. આ માટે સ્થાનિકોએ આ મુદે અધિકારીને રજુઆત કરી તેના કાયમી ઉકેલની માંગ કરી છે.મેન્ટેન્સ માટે એસોશિયેશન બનાવેલ છે. પરંતુ લાઈટ બીલના ભરાતા વીજ વિભાગ દ્રારા છેલ્લા 10 દિવસથી કોમન વીજ કનેકશન કાપી નાખવામાં આવતા રહેવાસીઓ મુશકેલીમાં મુકાયા છે. મેન્ટેન્સનના થતા સમસ્યાઓ ઉદભવી છે. ગરમીના દિવસોમાં પાણી માટે મુશ્કેલી થાય છે.

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

આ પણ વાંચો :  ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યું આ નિવેદન

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati