જામનગર વીડિયો: ‘આપ’ના સંગઠનમાં મોટું ગાબડું, શહેર પ્રમુખ કરસન કરમુરે સહિત 17 લોકોએ આપ્યુ રાજીનામું

| Edited By: | Updated on: Apr 03, 2024 | 11:32 AM

લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરમાં ‘આપ'ના સંગઠનમાં મોટું ગાબડું પડ્યુ છે. AAP શહેર પ્રમુખ કરસન કરમુરે રાજીનામું આપ્યું છે. તેમની સાથે ઉપપ્રમુખ આશિષ સોજીત્રા, આશિષ કટારીયાએ પણ રાજીનામું આપી લીધુ છે. અશ્વિન પ્રજાપતિ સહિત 17 હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે.

લોકસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરમાં ‘આપ’ના સંગઠનમાં મોટું ગાબડું પડ્યુ છે. AAP શહેર પ્રમુખ કરસન કરમુરે રાજીનામું આપ્યું છે. તેમની સાથે ઉપપ્રમુખ આશિષ સોજીત્રા, આશિષ કટારીયાએ પણ રાજીનામું આપી લીધુ છે. અશ્વિન પ્રજાપતિ સહિત 17 હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે.

કેન્દ્રીય નેતૃત્વએ આપેલું કમિટમેન્ટ પૂરું ન થતાં અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખી સામુહિક રાજીનામા આપ્યા છે. તેમજ આપના શહેર પ્રમુખ કરસન કરમુરે વિધાનસભાની ચૂંટણીમાં જામનગર બેઠક પરથી લડ્યા હતા. તેમની સાથે અન્ય 17 લોકોએ રાજીનામા આપ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો