Rajkot Rain : જેતપુર અને જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ Video

|

Jun 11, 2024 | 12:18 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના જેતપુર ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેતપુર ગ્રામ્ય પંથકમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના છે. ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ,મેવાસા સહિતના ગામોમાં વરસાદ વરસવાના છે.

મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા છે. બીજી તરફ રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. દૂધીવદર, ધોળીધાર, બોરીયા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

11 જૂને આ જિલ્લામાં પડશે વરસાદ

સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 જૂને પડશે આ જિલ્લામાં વરસાદ

આવતીકાલે અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video