Jamanagar : ખેડૂતોના મોંઢામાંથી કોળીયો છીનવાયો ! કમોસમી વરસાદ વરસતા મગફળી અને કપાસનો પાક બગડ્યો, જુઓ Video
ગુજરાતમાં શિયાળાની શરુઆત થાય તે પહેલા જ ચોમાસાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને રાતાપાણી રડવાનો વારો આવ્યો છે. પાછલા કેટલાક વર્ષોથી ખેતી જાણે કે સટ્ટો બની ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે.
ગુજરાતમાં શિયાળાની શરુઆત થાય તે પહેલા જ ચોમાસાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને રાતાપાણી રડવાનો વારો આવ્યો છે. પાછલા કેટલાક વર્ષોથી ખેતી જાણે કે સટ્ટો બની ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. ચોમાસામાં ભારે વરસાદને પગલે જામનગર પંથકમાં ખેતી નિષ્ફળ ગઇ. તો હવે કમોસમી વરસાદને પગલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જામનગર જિલ્લામાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થતું હોય છે. જોકે ચાલુ વર્ષે માવઠાને પગલે ખેડૂતો મગફળી અને કપાસથી હાથ ધોવાનો વારો આવ્યો છે.
મોંઘાદાટ બિયારણો ખરીદીને ખેડૂતોએ ખેતીમાં લાભની આશા સેવી. પરંતુ આ આશા પર માવઠાએ પાણી ફેરવી દીધું. ભારે વરસાદને પગલે મગફળીનો તૈયાર પાક કહોવાઇ ગયો. જ્યારે કપાસમાં જીંડવા પડવાથી પાક બગડી જતા હવે ખેડૂતો સર્વસ્વ ગુમાવવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો દાવો છે કે વીઘે 50 હજારનો ખર્ચ થાય છે, જેના બદલામાં સરકાર સરવે કરાવીને પ્રતિ વીધે 50થી 60 હજારની સહાય ચૂકવે તો ખેડૂતોને ખર્ચ નીકળી શકે છે.
