હજુ 6 દિવસ રહેશે ગુજરાત માટે રહેશે અતિ ભારે, દરિયો બનશે ગાંડોતૂર, 30 ઓગસ્ટે કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની આગાહી- Video

|

Aug 29, 2024 | 5:59 PM

રાજ્યવાસીઓને હજુ વરસાદી આફતમાંથી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 6 દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેશે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડુ તરખાટ મચાવશે. ડીપ ડિપ્રેશન સિસ્ટમ કચ્છ અને સૌરાષ્ટ્ર પર સ્થિર થઈ હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે અરબી સમુદ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. દરિયામાં ઉંચા- ઉંચા મોજા ઉછળશે અને 30 ઓગષ્ટે ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાનુ અનુમાન છે. વરસાદી આફતમાંથી રાજ્યવાસીઓને કોઈ રાહત નહીં મળે.

છેલ્લા બે દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યુ છે. જો કે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સૌરાષ્ટ્ર-કચ્છ પર સ્થિર થઈ છે. પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે સિસ્ટમ આગળ વધી રહી છે. ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 80 કિલોમીટરની ઝડપે ડીપ ડિપ્રેશન આગળ વધી રહી છે. પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે સિસ્ટમ આગળ વધી રહી છે. ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 80 કિલોમીટર દૂર ડિપ્રેશન છે. 30 ઓગસ્ટે આ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે.

આજેપણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે વિસ્તારોમાં રેડ એલર્ટ છે, તેમા રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે દરિયો ગાંડોતૂર બનવાની પણ વકી છે.

Input Credit- Ronak Varma- Ahmedabad 

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:57 pm, Thu, 29 August 24

Next Video