ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો
ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.
ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.
ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોએ હાશકારો અનુમભતો હતો તો બીજી તરફ વાતાવરણમાં ટીપાં ઠંડક પસારી હતી. પ્રવાસનસ્થલ સાપુતારાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી હતી.
ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મંગળવારે બપોર બાદ વાતાવરણ પલટાતા વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ડાંગમાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું. જિલ્લાના વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : વલસાડ : ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર કીચડથી વાહન ચાલકો લપસ્યા, જુઓ વીડિયો