Vadodara Video : સુભાનપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા, તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા

Vadodara Video : સુભાનપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા, તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા

| Edited By: | Updated on: May 18, 2024 | 4:13 PM

વડોદરાના સુભાનપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા પાડ્યા છે. કંપનીના કોમ્પ્યુટર, દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ જપ્ત કર્યા છે. IT અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી IT અને CBIના દરોડા પાડ્યા છે. વડોદરાના સુભાનપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા પાડ્યા છે. કંપનીના કોમ્પ્યુટર, દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ જપ્ત કર્યા છે. IT અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલી કંપની પર ITના દરોડા પાડ્યા છે. જો કે ITની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓમાં વધારો થયો છે.

બીજી તરફ આ અગાઉ CID ક્રાઈમે અમદાવાદ અને સુરતની 11 પેઢીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં રોકડ, વિદેશી નાણું અને સોના સહિત 15 કરોડથી વધુ રકમ મળી આવી હતી. શંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. મોટા પાયે રોકડ રકમ મળતા CID ક્રાઇમ દ્વારા ઇન્કમટેક્સને જાણ કરાઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો