Ahmedabad Video : કર કપાતના દસ્તાવેજોમાં વિસંગતતાને લઇને 80 હજાર કરદાતાઓને નોટિસ ! ઓનલાઇન આપવો પડશે જવાબ

|

Aug 12, 2023 | 10:04 AM

શહેરના 80 હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગે (Income Tax Department) નોટિસ ફટકારી છે. કર કપાત માટે જરૂરી દસ્તાવેજ એકસરખા ન હોવાથી કરદાતાઓને નોટિસ (Notice) અપાઇ છે.

Ahmedabad : અમદાવાદમાં કર કપાત (Tax deduction) મુદ્દે શહેરના 80 હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગે (Income Tax Department) નોટિસ ફટકારી છે. કર કપાત માટે જરૂરી દસ્તાવેજ એકસરખા ન હોવાથી કરદાતાઓને નોટિસ (Notice) અપાઇ છે. કરદાતાઓને ઇપીએફ, વીમાનું વ્યાજ, લોન હપ્તા, શિક્ષણ ફી તેમજ એફડીમાં કર કપાતના દાવા અંગે નોટિસ અપાઇ છે.

આ પણ વાંચો-Gujarati Video : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કાંડમાં વધુ એકની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયો, પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય તે પહેલા કરદાતાઓએ ઓનલાઇન જ તેનો જવાબ આપવો પડશે. જો કે ટેક્સ નિષ્ણાતો આ નોટિસને રૂટિન પ્રક્રિયા ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કરદાતાએ સબમિટ કરેલા રિટર્નમાં કોઇ વિસંગતતા જણાય તો કમ્પ્યુટરથી ઓટો સિસ્ટમ દ્વારા કરદાતાઓને આપોઆપ નોટિસ મળે છે. કરદાતાઓ માટે આ ચિંતાનો વિષય નથી. યોગ્ય જવાબ રજૂ કરતા જ નોટિસ રદ થઇ જશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video