Aravalli : મોડાસામાં આવકવેરા વિભાગના દરોડામાં મોટી કાર્યવાહી, 3 બેંકના 10 લોકર કર્યા સીઝ, જુઓ Video
અરવલ્લીના મોડાસામાં આવકવેરા વિભાગના દરોડા મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં 3 બેંકના 10 લોકર સીઝ કર્યા છે. તેમજ બિલ્ડર અને વેપારીઓની તપાસ બાદ ITની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લીના મોડાસામાં આવકવેરા વિભાગના દરોડા મુદ્દે મોટો ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો થયાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આવકવેરાની ટીમો દ્વારા બિલ્ડરો, વેપારી અને ડોકટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આવકવેરા વિભાગે મોડાસા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા સંબંધિત વ્યક્તિઓની અન્ય ભાગીદારીઓ, વહીવટી કાર્યસ્થળો અને સંલગ્ન મિલકતો સહિત અનેક સ્થળોએ એકસાથે આ તપાસ ચાલી રહી છે. જેમાં 3 બેંકના 10 લોકર સીઝ કર્યા છે. તેમજ બિલ્ડર અને વેપારીઓની તપાસ બાદ ITની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો થયાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કાસમ દાદુ અને રહેમાન દાદુ સાથે સંકળાયેલા વેપારીઓ-તબીબોને ત્યાં પણ સર્ય યથાવત છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી પોલીસનો કાફલો સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોડાસામાં આવકવેરાએ પાડેલા દરોડામાં 3 બેંકના 10 લોકર સીઝ કરવામાં આવ્યા છે. તો આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો થયાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી પોલીસનો કાફલો સુરક્ષામાં તૈનાત કર્યા છે.
