Aravalli : મોડાસામાં 45 સ્થળ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, બિલ્ડર, ડૉક્ટર અને વેપારીઓમાં ફફડાટ, જુઓ Video

Aravalli : મોડાસામાં 45 સ્થળ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, બિલ્ડર, ડૉક્ટર અને વેપારીઓમાં ફફડાટ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 30, 2025 | 2:11 PM

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી હેઠળ શહેરના 45 થી વધુ અગ્રણી બિલ્ડરો, ડોકટરો અને વેપારીઓના નિવાસ્થાનો અને વ્યવસાયિક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરામાં ફરી એક વાર ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી હેઠળ શહેરના 45 થી વધુ અગ્રણી બિલ્ડરો, ડોકટરો અને વેપારીઓના નિવાસ્થાનો અને વ્યવસાયિક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશનની વ્યાપકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની ટીમો 70 થી વધુ વાહનોના કાફલા સાથે મોડાસા પહોંચી હતી.

વહેલી સવારથી જ શરૂ થયેલી આ કાર્યવાહીને કારણે મોડાસા શહેરમાં એક પ્રકારનો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇન્કમટેક્સ વિભાગના આ અચાનક અને મોટાપાયાના સર્ચથી સ્થાનિક બિલ્ડરો, ડોકટરો અને વેપારીઓમાં ભારે ફફડાટ અને ચિંતા ફેલાઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા તમામ દસ્તાવેજો, હિસાબ-કિતાબ, અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

મેઘરજમાં પણ એક સ્થળે ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ સર્ચ ઓપરેશન માત્ર અમુક ગણ્યાગાંઠ્યા સ્થળો પૂરતું મર્યાદિત નથી. મોડાસા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા સંબંધિત વ્યક્તિઓની અન્ય ભાગીદારીઓ, વહીવટી કાર્યસ્થળો અને સંલગ્ન મિલકતો સહિત અનેક સ્થળોએ એકસાથે આ તપાસ ચાલી રહી છે. આનો અર્થ એ થાય છે કે ઇન્કમટેક્સ વિભાગે આ કાર્યવાહી માટે પૂર્વતૈયારી કરી હતી અને એક વિશાળ નેટવર્કને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું હતું.

આઇટી વિભાગની આ કાર્યવાહી કયા કારણોસર કરવામાં આવી છે તેની સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે આવા મોટાપાયાના સર્ચ ઓપરેશનો ટેક્સ ચોરી, બિનહિસાબી સંપત્તિ અથવા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના આરોપોના આધારે હાથ ધરવામાં આવતા હોય છે. આ ઓપરેશન મોડાસાના આર્થિક અને વ્યાપારિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો