અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાઓ ગાજ્યા, તંત્રની બેદરકારીનો આક્ષેપ

અમદાવાદ કોર્પોરેશનના બોર્ડમાં જીસીએ દ્વારા કરોડો રૂપિયાનો બેટરમેન્ટ ચાર્જ ન ચૂકવવાનો મુદ્દો ગાજયો હતો. તેમજ શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને કોર્પોરેશનમાં ચાલતા બાબુરાજનો મુદ્દો પણ ઉઠ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની(AMC)શુક્રવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ પ્રશ્નોને લઈ કાઉન્સિલરો(Councilor)  દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેમાં જીસીએ દ્વારા કરોડો રૂપિયાનો બેટરમેન્ટ ચાર્જ ન ચૂકવતા બોર્ડમાં આ મુદ્દો ગાજયો હતો.તથા શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને કોર્પોરેશનમાં ચાલતા બાબુરાજનો મુદ્દો પણ ઉઠ્યો હતો.સામાન્ય સભામાં મેયર કરતા કમિશનર મુકેશ કુમાર દ્વારા મોટાભાગના જવાબો આપવામાં આવ્યા હતા.

જેમાં અધિકારીઓ અને કમિશ્નર લોકોના પ્રશ્નો સાંભળતા ના હોવાની ફરિયાદ ઉઠી છે. ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ મનપાની કામગીરી પર સવાલ ઉઠાવતા રજુઆત કરી હતી કે સામાન્ય માણસનો ટેક્ષ બાકી હોય તો અધિકારીઓ સીલ મારી દે છે .બીજી તરફ જીસીએનો કરોડોનો બેટરમેન્ટ ચાર્જ બાકી છે છતાં અધિકારીઓ ચૂપ બેઠા છે .

જયારે ચંડોલા તળાવમાં ઝૂંપડપટ્ટી માટે પણ પ્રાથમિક સુવિધા માટે સવાલ ઉઠયા હતા.કાઉન્સિલર શહેઝાદ ખાને રજુઆત કરતા જણાવ્યું હતું કે ચંડોળામાં 5500 ઝૂંપડાઓ છે તેમના ડેવલોપમેન્ટ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.આ અંગે શાસક પક્ષના દંડકે જવાબ આપતા જણાવ્યું હતું કે ત્યાં બાંગ્લાદેશીઓ રહે છે.

તમામ રજુઆત અને જવાબ વખતે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.કોંગ્રેસના કાઉન્સિલર હાજી મિર્જાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં આજે પણ ટેન્કર રાજ ચાલે છે.પીવાના પાણી અને પ્રાથમિક સુવિધા નથી મળતી.સરખેજમાં 2002ના દંગા પીડિતોની સીદીકાબાદ કોલોનીમાં પીવાનું પાણી નથી મળતું.

SVP હોસ્પિટલમાં મા કાર્ડ બંધ થઈ ગયું છે. શહેરના સિવિક અને આરોગ્ય સેન્ટરમાં મહામારી ચાલે છે..લોહીની તપાસ માટે સીબીસી મશીન હલકી ગુણવત્તાના ખરીદવામાં આવે છે..વિજિલન્સ તપાસ કરવા માંગ કરી છે.તો બીજી તરફ શહેરમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાય છે અને શહેરમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ખાડાઓ પડ્યા છે.જેને લઈને કોંગ્રેસના કાઉન્સિલરોએ પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો : Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પીઆઇની શંકાસ્પદ ભૂમિકા બાદ આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરાઇ 

આ પણ વાંચો : સ્વાસ્થ્ય માટે સારી છે Green Tea, પરંતુ કયા સમયે અને કેટલી પીવી જોઈએ શું તમે જાણો છો?

Click on your DTH Provider to Add TV9 Gujarati