Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કેસમાં તથ્ય પટેલના મિત્રો જ બનશે કોર્ટમાં સાક્ષી, જુઓ Video

Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કેસમાં તથ્ય પટેલના મિત્રો જ બનશે કોર્ટમાં સાક્ષી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 11:30 AM

અદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કેસમાં તથ્ય પટેલના મિત્રો જ સાક્ષી બનશે. જે મિત્રો સાથે બેસી મોજ કરતા હતા. તે જ મિત્રો હવે તથ્યના રાઝ ખોલશે. અકસ્માત સમયે કારમાં સવાર મિત્રો હવે કોર્ટમાં સાક્ષી બનશે.

Iskcon Bridge Accident : અદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કેસમાં તથ્ય પટેલના મિત્રો જ સાક્ષી બનશે. જે મિત્રો સાથે બેસી મોજ કરતા હતા. તે જ મિત્રો હવે તથ્યના રાઝ ખોલશે. અકસ્માત સમયે કારમાં સવાર મિત્રો હવે કોર્ટમાં સાક્ષી બનશે. અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના 5 મિત્રો જ સાક્ષી બનશે.

આ પણ વાંચો : Ahmedabad: કોર્પોરેશનનું ટેક્સ બિલ ભરવું હવે થયુ સરળ, મોબાઈલ નંબર પર HI મોકલો અને બિલ મેળવો, QR કોડથી ઘરે બેઠા ભરી શકાશે ટેક્સ

કારમાં સવાર શ્રેયા, ધ્વનિ, માલવિકા, શાન અને આર્યનના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એ.પરમાર સમક્ષ CRPC 164 મુજબના નિવેદન લેવાયા છે. તમામ સાક્ષીઓના વીડિયોગ્રાફી સાથે નિવેદન નોંધવામાં આવ્યા છે.

તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને કેદી નંબર અપાયા

તો તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતા સેન્ટ્રલ જેલમાં આરોપી તથ્યને કેદી નંબર 8683 અપાયો છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કેદી નંબર 8626 અપાયો છે. આ બંને બાપબેટાની જોડીને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ  પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">