કોરોનામાં મોનોકલોનલ ઈન્જેક્શન અસરકારક? જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યએ આ અંગે શું કહ્યુ

|

Jan 10, 2022 | 9:24 AM

કોરોના સંક્રમણ વધવાથી લોકોમાં મોનોકલોનલ ઈન્જેક્શનની માગ વધવાને કારણે બજારમાં 70 હજારથી દોઢ લાખ સુધીમાં ઈન્જેક્શન વેચાઈ રહ્યાં છે. ત્યારે આ અંગે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અતુલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં સતત વધતા જતા કોરોના (corona) સંક્રમણને લઈ લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. જેને લઇ મોનોકલોનલ કોકટેલ ઇન્જેક્શન (monoclonal injection)ની માગ વધી છે. કોરોનાથી બચવા લોકો મોનોકલોનલ કોકટેલ ઇન્જેક્શન ખરીદી રહ્યાં છે. આ અંગે કોવિડ ટાસ્ક ફોર્સ (Covid Task Force)ના સભ્ય અતુલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે

કોરોના સંક્રમણ વધવાથી લોકોમાં મોનોકલોનલ ઈન્જેક્શનની માગ વધવાને કારણે બજારમાં 70 હજારથી દોઢ લાખ સુધીમાં ઈન્જેક્શન વેચાઈ રહ્યાં છે. ત્યારે આ અંગે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અતુલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે લોકોએ ઇન્જેક્શન લેવાની જરૂર નથી. કારણ કે ઓમિક્રોન સામે કોકટેલ ઈન્જેકશન અસરકારક નથી. જો બધા લોકો જરૂર વિના ઇન્જેક્શન લેશે તો જરૂરી સમયે ઇન્જેક્શનની અછત ઉભી થશે અને લોકોએ બીજી લહેર જેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

તો બીજી તરફ ઓમિક્રોનના વધી રહેલા કેસને લઇને પણ ડોક્ટર અતુલ પટેલે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હાલમાં અમેરિકામાં જેવી સ્થિતિ ભારતમાં પણ સ્થિતિ સર્જાઇ શકે છે. અમેરિકામાં એક મહિનામાં ઓમિક્રોનનો આંકડો કોરોનાથી પણ આગળ નીકળી ગયો છે. તેવી જ રીતે ભારતમાં પણ આવી સ્થિતિ ઉભી થઇ શકે છે. એટલે લોકોએ સાવચેત રહેવુ જોઇએ અને નિયમ પાલનનું પાલન કરવું જોઇએ.

આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસ દ્વારા કરાવાઈ રહ્યો છે રાત્રિ કર્ફ્યૂનો કડક અમલ, જાહેરમાં નીકળનારાની પૂછપરછ

આ પણ વાંચોઃ Ahmedabad: આજથી પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆતને લઈને સિનિયર સિટીઝનમાં ઉત્સાહ, બૂસ્ટર ડોઝના સરકારના નિર્ણયને સિનિયર સીટીઝન્સે આવકાર્યો

 

Next Video