Ahmedabad: આજથી પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆતને લઈને સિનિયર સિટીઝનમાં ઉત્સાહ, બૂસ્ટર ડોઝના સરકારના નિર્ણયને સિનિયર સીટીઝન્સે આવકાર્યો

Ahmedabad: આજથી પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆતને લઈને સિનિયર સિટીઝનમાં ઉત્સાહ, બૂસ્ટર ડોઝના સરકારના નિર્ણયને સિનિયર સીટીઝન્સે આવકાર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 7:29 AM

આજથી પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆતને લઇને સિનિયર સિટીઝનમાં ઉત્સાહ જોવા મળ્યો. બૂસ્ટ ર ડોઝ આપવાના સરકારના નિર્ણયને અમદાવાદના સિનિયર સીટીઝન્સે આવકાર્યો છે.

કોરોના (Corona) સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે આજથી ગુજરાત સહિત દેશભરમાં બૂસ્ટર ડોઝ (Booster dose) આપવાની શરૂઆત થશે. હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ (Health workers, frontline workers)અને સિનિયર સીટીઝન્સ (Senior Citizens)ને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. બૂસ્ટર ડોઝ આપવાના સરકારના નિર્ણયને અમદાવાદના સિનિયર સીટીઝન્સે આવકાર્યો છે.

આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આજથી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રોમાં બૂસ્ટર ડોઝ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જે નાગરિકોએ બંને ડોઝ લીધા હોય તેમજ બીજા ડોઝને નવ મહિના એટલે 39 સપ્તાહ પૂરા થયેલા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશનરી ડોઝ અપાશે.

આજથી પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆતને લઇને સિનિયર સિટીઝનમાં ઉત્સાહ જોવા મળ્યો. બૂસ્ટર ડોઝ આપવાના સરકારના નિર્ણયને અમદાવાદના સિનિયર સીટીઝન્સે આવકાર્યો છે. વહેલી તકે બૂસ્ટર ડોઝ લેવાની તૈયારી દર્શાવી છે.

બૂસ્ટર ડોઝ માટે કોવિન પોર્ટલ પર નોંધણીની પ્રક્રિયા પણ ચાલુ છે. વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બીમારીઓનો સામનો કરતાં લોકોને બૂસ્ટર ડોઝ લેવા કોઈ ડૉક્ટરની લેખિત મંજૂરીની જરૂરીયાત નથી. મળતી માહિતી પ્રમાણે કોવેક્સીનના બંને ડોઝ લીધા છે તેઓએ કોવેક્સીનનો ત્રીજો ડોઝ અને જે લોકોએ કોવિશિલ્ડ લીધેલી હોય તેમને પણ કોવિશીલ્ડનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad : સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 2000ને પાર, નવા 2487 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ અમદાવાદમાં નવા 15 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, કુલ સંખ્યા 172 થઇ

g clip-path="url(#clip0_868_265)">