Ahmedabad: પોલીસ દ્વારા કરાવાઈ રહ્યો છે રાત્રિ કર્ફ્યૂનો કડક અમલ, જાહેરમાં નીકળનારાની પૂછપરછ

પોલીસ અમદાવાદના દરેક વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ હાથ ધરે છે અને લોકો રાત્રી કરફ્યૂનો અમલ કરે તેવા પ્રયાસો કરે છે. જો કે પોલીસે રાત્રી પેટ્રોલિંગ કરતા અમદાવાદના મોટાભાગના વિસ્તારો ખાલીખમ જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 8:38 AM

રાજ્યમાં કોરોનાના કેસ (Corona case) ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન (Guideline) જાહેર કરી છે. જે મુજબ રાત્રી કરફયૂ (Night curfew)નો સમય રાત્રે 10 વાગ્યાથી શરુ થઈ જાય છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા રાત્રી કરફ્યૂની અમલવારી થાય તે માટેની કામગીરી થઈ રહી છે.

રાજ્ય સરકારે કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે રાત્રી કરફ્યૂનો સમય રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. જેથી અમદાવાદમાં રાત્રી કરફ્યૂનો કડક અમલ થાય તે માટે પોલીસ સજ્જ છે. પોલીસ દ્વારા અમદાવાદના દરેક વિસ્તારમાં રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. રાત્રે બહાર નીકળનારા લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવે છે.

પોલીસ અમદાવાદના દરેક વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ હાથ ધરે છે અને લોકો રાત્રી કરફ્યૂનો અમલ કરે તેવા પ્રયાસો કરે છે. જો કે પોલીસે રાત્રી પેટ્રોલિંગ કરતા અમદાવાદના મોટાભાગના વિસ્તારો ખાલીખમ જોવા મળે છે. મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિમાં જો કોઈ બહાર નીકળ્યુ હોય તો તેની પુછપરછ કરવામાં આવે છે. જો યોગ્ય કારણ જણાય તો તે વ્યક્તિને જવા દેવામાં આવે છે. જો કોઈ અયોગ્ય કારણ સાથે બહાર નીકળે તો પોલીસ તેની પર કાર્યવાહી કરવા સજ્જ રહે છે.

અમદાવાદના ખૂણે ખૂણા પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે. પોલીસ દ્વારા પણ કોરોના સંક્રમણ ઘટાડવા રાત્રી કરફ્યૂનો કડક અમલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: આજથી પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆતને લઈને સિનિયર સિટીઝનમાં ઉત્સાહ, બૂસ્ટર ડોઝના સરકારના નિર્ણયને સિનિયર સીટીઝન્સે આવકાર્યો

આ પણ વાંચોઃ Ahmedabad : સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 2000ને પાર, નવા 2487 કેસ નોંધાયા

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">