Banaskantha : સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતોને રાહત
આ સમસ્યા પાછળનું કારણ એ છે કે ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ દિન પ્રતિદિન ઊંડા જઈ રહ્યા છે. મોટા ભાગના તળાવો તેમજ ડેમ ખાલીખમ છે. માણસોને, પશુઓને અને ખેતીવાડીમાં પણ પાણી વગર ચાલે એવું નથી.ત્યારે ખેડૂતો નર્મદાના પાણી માટે માગ કરી રહ્યા છે.
બનાસકાંઠાના(Banaskantha) ખેડૂતોની ઉગ્ર માગ બાદ તંત્ર દ્વારા ચાંગા પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં(Sujlam Suflam Canal) પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈ માટે ખેડૂતો(Farmers) પાણીની માગ કરી રહ્યા હતા. ખેડૂતોએ આંદોલનની પણ તૈયારી દાખવી હતી. ખેડૂતોની આંદોલનની ચીમકી બાદ આખરે તંત્ર ઝૂક્યું છે,,, અને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. કેનાલમાં પાણી છોડવામાં આવતા જ ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે તો પાણીને લઈ ધરણાની તૈયારી કરતા ખેડૂતોએ ધરણાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.
અલગ અલગ વિસ્તારોમાં ત્રણ જેટલા આંદોલનો પાણીની માંગ માટે થયા
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ખેડૂતો ખેતરો છોડીને રસ્તા પર એટલા માટે ઉતરવું પડ્યું હતું કેમકે પાણી માટે તેમણે વલખાં મારવા પડી રહ્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ જેટલા આંદોલનો પાણીની માંગ માટે થયા છે. એ બતાવે છે કે સ્થિતિ કેવી ગંભીર છે.ફરી એકવાર સોમવારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પાલનપુર તાલુકાના 50 ગામના ખેડૂતો મલાણા તળાવ પર એકત્ર થયા હતા આ ખેડૂતોએ ટ્રેકટર રેલી સાથે પદયાત્રા કરી જિલ્લા કલેકટરને પાણીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ દિન પ્રતિદિન ઊંડા જઈ રહ્યા છે
આ સમસ્યા પાછળનું કારણ એ છે કે ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ દિન પ્રતિદિન ઊંડા જઈ રહ્યા છે. મોટા ભાગના તળાવો તેમજ ડેમ ખાલીખમ છે. માણસોને, પશુઓને અને ખેતીવાડીમાં પણ પાણી વગર ચાલે એવું નથી.ત્યારે ખેડૂતો નર્મદાના પાણી માટે માગ કરી રહ્યા છે. અહીંના સ્થાનિકો અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે નર્મદાના પાણી તેમના સુધી પહોંચાડવામાં આવે અથવા બાલારામ નદી કે દાંતીવાડા ડેમ સાથે પાલનપુર તાલુકાના તળાવને જોડવામાં આવે. ઉનાળાના પ્રારંભ સાથે વીજ ધાંધીયા શરૂ થયા છે. ખેતીવાડી માટે ખેડૂતોને નિયમિત વીજળી ના મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં વીજ સમસ્યાના પ્રશ્ને ખેડૂતોએ એકત્ર થઈ દિયોદરની વીજ કચેરીએ ધરણા કર્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્તિ તરફ, કોરોનાના નવા 18 કેસ નોંધાયા
આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ નરેશ પટેલ મુદ્દે આપ્યું આ મહત્વનું નિવેદન