છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે સરકાર વિવિધ યોજનાઓ બનાવે છે, પરંતુ ઘણી જગ્યાએ યોજનાઓ ભ્રષ્ટાચારની ખાણ બની જતી હોય છે. પંચમહાલ જિલ્લામાં પણ આવું જ કંઈક સામે આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી સામે જિલ્લા પંચાયતના દંડકે જ ગંભીર આક્ષેપ કર્યા છે.
જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમારનો આક્ષેપ છે કે નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ગેરરીતિ આચરવામાં આવી છે. ખોટો સર્વે કરવામાં આવ્યો છે અને નક્કર કામગીરી કરવામાં નથી આવી. પાણીના સ્ત્રોત વિના જ પાણીની પાઈપલાઈનો નાખી દેવાઈ છે. જેના કારણે કેટલાક ગામોમાં હજુ પણ નળથી જળ યોજનાનો લાભ પહોંચ્યો નથી. આ મામલે તેમણે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા અને સચિવને પત્ર લખીને વિજિલન્સ તપાસની માગ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…