Gandhinagar : GMCના વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર થવાની આશંકા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન જસવંત પટેલે ઉઠાવ્યાં સવાલ, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 29, 2023 | 10:32 AM

ગાંધીનગર મનપાના ચરેડી વિસ્તારમાં બનતા વોટર પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થઇ રહ્યો છે. જેને લઇને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટના (Water Distribution Plant) બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. પ્લાન્ટના બીમનો સ્ટ્રેન્થ રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કામ ચાલુ છે.

Gandhinagar : ગાંધીનગરમાં GMCના વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર (Corruption) થવાની આશંકા છે. ગાંધીનગર મનપાના ચરેડી વિસ્તારમાં બનતા વોટર પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થઇ રહ્યો છે. જેને લઇને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટના (Water Distribution Plant) બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. પ્લાન્ટના બીમનો સ્ટ્રેન્થ રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કામ ચાલુ છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના (Standing Committee) ચેરમન જસવંત પટેલે સવાલ ઉઠાવ્યાં છે. સ્ટેન્ડિંગ ચેરમેન જસવંત પટેલે પત્ર લખી આ અંગે કમિશનરનું ધ્યાન દોર્યું છે.સાથે જ નબળા કોલમને તોડી પાડવા માટે સૂચના આપવામાં આવી છે. બાંધકામ કરતી એજન્સી સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Banaskantha : ધાનેરામાં શિક્ષકની બદલી થતા ગામ હીબકે ચઢ્યુ, શિક્ષકને આપવામાં આવી ભવ્ય વિદાય, જૂઓ Video