Gujarati Video: ગાંધીનગર દહેગામની કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલમાં આચાર્યની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ, શાળાને કરાઈ તાળાબંધી
Gandhinagar: ગાંધીનગરમાં દહેગામની કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલમાં ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે. સાણોંદાની એમ.જે. હાઈસ્કૂલમાં આચાર્યની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો ટ્રસ્ટીએ આક્ષેપ કર્યો છે. જે મામલે ટ્રસ્ટીએ ગામલોકો સાથે મળી હાઈસ્કૂલને તાળાબંધઈ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સાણોંદા ગામમાં આવેલી એમ.જે.હાઈસ્કુલ વિવાદમાં આવી છે. કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કુલના ટ્રસ્ટી અને ગ્રામજનોનો આક્ષેપ છે કે તાજેતરમાં જ કરવામાં આવેલી આચાર્યની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી છે. ટ્રસ્ટીના આક્ષેપ પ્રમાણે યાદીમાં છેક નવમા ક્રમાંકવાળી વ્યક્તિને આચાર્ય તરીકે પસંદ કરીને ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિના વિરોધમાં ટ્રસ્ટી અને ગ્રામજનોએ મળીને શાળાને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કર્યો છે.
આ સમગ્ર આક્ષેપોને શાળાના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે પાયાવિહોણા ગણાવ્યા. સાથે જ શાળાને તાળાબંધી કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર બગડતું હોવાની ચિંતા વ્યક્ત કરી. જો કે આ અંગે ઉપરીકક્ષાએથી જે આદેશ થશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો