Gujarati Video : ગોધરાના નદીસર ગામે વિકાસકાર્યોમાં 48.19 લાખના ભ્રષ્ટાચારનો આરોપ, કાકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

|

Jun 08, 2023 | 2:24 PM

ફરિયાદને 2 મહિના થઈ ગયા છે. તેમ છતાં એકપણ આરોપી ઝડપાયો નથી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ 4 કર્મચારીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

Panchmahal : પંચમહાલમાં વિકાસના કાર્યોમાં (Development works) લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર રફેદફે કરી દેવાયો હોવાનો ઘાટ ઘડાયો છે. ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયાને 2 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં એકપણ આરોપી ન ઝડપાતાં પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. ગોધરાના (Godhara) નદીસર ગામે ગ્રામપંચાયતના વિકાસકાર્યોમાં રૂપિયા 48.19 લાખના ભ્રષ્ટાચાર મામલે ખુદ તાલુકા વિકાસ અધિકારીએ જ કાકણપુર પોલીસ સ્ટેશનમાં બે પદાધિકારી સહિત 10 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો- Gujarati Video : રાજકોટમાં સોરઠિયાવાડીમાં ફાયરિંગ થયાનો વીડિયો સામે આવ્યો, કરણ સોરઠીયા નશામાં હોવાની આશંકા

ફરિયાદને 2 મહિના થઈ ગયા છે. તેમ છતાં એકપણ આરોપી ઝડપાયો નથી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ 4 કર્મચારીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે ગોધરાના DYSP પીઆર રાઠોડ તપાસ કરી રહ્યા છે. 12માંથી એકેય આરોપી ન પકડાવા મામલે પોલીસનું એક જ રટણ છે કે- તપાસ ચાલી રહી છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસની તપાસ પૂરી થશે કે પછી કેસને રફેદફે કરી દેવાશે.

મહત્વનું છે કે નદીસર ગ્રામ પંચાયતમાં વર્ષ 2015થી 2020 સુધી 14 અને 15મા નાણાપંચમાં કરાયેલા 33 કામોમાંથી 19 કામો ફક્ત કાગળ પર જ દર્શાવાયા હતા. 14 કામો સ્થળ પર ન કરીને ફક્ત કાગળ ઉપર જ બતાવીને રૂપિયા 48 લાખ 19 હજાર 661 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. આ હકીકત નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં સામે આવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video