Breaking News: બેસ્ટ બેકરી કેસનો આવતીકાલ બુધવારે આવી શકે છે ચુકાદો, ગોધરાકાંડથી જોડાયેલો છે મામલો

બેસ્ટ બેકરી કેસને લઈને આવતીકાલે એટલે કે બુધવારે મુંબઈ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ કેસમાં બે ભાગેલા આરોપીની વિરૂદ્ધ તાજેત્તરમાં જ મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં કેસ પુરો થયો છે. કોર્ટે તેની પર ચુકાદો સુરક્ષિત રાખી દીધો છે.

Breaking News: બેસ્ટ બેકરી કેસનો આવતીકાલ બુધવારે આવી શકે છે ચુકાદો, ગોધરાકાંડથી જોડાયેલો છે મામલો
Bombay high court
Follow Us:
| Updated on: May 30, 2023 | 7:29 PM

Best Bakery Case Judgement: 1 માર્ચ, 2002ના રોજ રાત્રે 8 વાગ્યે, ગુજરાતના વડોદરા શહેરની બેસ્ટ બેકરીમાં તોફાનીઓએ પહેલા લૂંટ ચલાવી અને પછી આગ લગાવી દીધી હતી. આ આગમાં 14 લોકોના મોત થયા હતા. ત્યારે બેસ્ટ બેકરી કેસને લઈને આવતીકાલે એટલે કે બુધવારે મુંબઈ કોર્ટ ચુકાદો આપી શકે છે. આ કેસમાં બે ભાગેલા આરોપીની વિરૂદ્ધ તાજેત્તરમાં જ મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં કેસ પુરો થયો છે. કોર્ટે તેની પર ચુકાદો સુરક્ષિત રાખી દીધો છે.

બેસ્ટ બેકરીમાં લાગેલી આગમાં 14 મૃતકોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. આ કેસમાં વડોદરા શહેર પોલીસે કેસની સાક્ષી અને બેકરીના માલિકની પુત્રી ઝહીરા શેખની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી હતી. બેસ્ટ બેકરી કેસમાં શરૂઆતમાં કુલ 21 આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarati Video: વડોદરાના પાદરામાં CCTV નેટવર્ક ઉભું કરવામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા ખળભળાટ

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

તમામ 21 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

ગુજરાતની નીચલી અદાલતમાં પ્રત્યક્ષદર્શીઓ ઝહિરા શેખ, ઝાહિરા શેખની માતા શાહરુનિસા, નાનો ભાઈ નસીબુલ્લાહ પોલીસને આપેલા તેમના નિવેદનોથી પ્રતિકૂળ બન્યા. 27 જૂન, 2003ના રોજ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામ 21 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

2006માં બેસ્ટ બેકરી કેસમાં 9ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા

ઝહિરા શેખે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી હતી કે આ કેસ ગુજરાતમાં નહીં, પરંતુ અન્ય રાજ્યમાં ચલાવવામાં આવે. તે પછી, 12 એપ્રિલ, 2004ના રોજ સુપ્રીમ કોર્ટે કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો અને કેસને નવેસરથી ચલાવવાનો આદેશ આપ્યો.

4 ઓક્ટોબર, 2004થી મુંબઈની કોર્ટમાં સુનાવણી બાદ 24 ફેબ્રુઆરી, 2006ના રોજ બેસ્ટ બેકરી કેસમાં 9 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 8ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ 9 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં વર્ષ 2013માં 4 ફરાર આરોપી ઝડપાયા હતા.

બોમ્બે હાઈકોર્ટે આ સજા યથાવત રાખી હતી

આરોપીઓએ નીચલી કોર્ટના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પછીના ઘણા વર્ષો સુધી આ કેસ મુંબઈની બોમ્બે હાઈકોર્ટમાં ચાલ્યો. 9 જુલાઈ 2012ના રોજ બોમ્બે હાઈકોર્ટે 4 દોષિતો સંજય ઠક્કર, બહાદુર સિંહ ચૌહાણ, સનાભાઈ બારિયા અને દિનેશ રાજભરની આજીવન કેદની સજા યથાવત રાખી હતી, જ્યારે અન્ય 5 આરોપીઓ રાજુ બારિયા, પંકજ ગોસાવી, જગદીશ રાજપૂત અને સુરેશ ઉર્ફે લાલુ, શૈલેષ તડવીની નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

આ કેસમાં પાછળથી પકડાયેલા ચાર ફરાર આરોપીઓનો કેસ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ટ્રાયલ દરમિયાન ચારમાંથી બે આરોપીના મોત થયા હતા. આ કેસના બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલ જેલમાં છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">