તહેવારોમાં અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગના સાગરીતોના ફોટા સાથેના બેનરો લગાવ્યા, જુઓ Video

|

Oct 26, 2024 | 1:03 PM

અમદાવાદમાં તહેવારોને ધ્યાનમાં લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં વધી રહેલા ચોરી-લૂંટના બનાવોને ડામવા પોલીસે અભિયાન છેડ્યું છે. શહેર પોલીસના ઝોન-6 વિસ્તારમાં આવેલા 7 પોલીસ મથકોમાં અભિયાન હાથ ધર્યું છે.

અમદાવાદમાં તહેવારોને ધ્યાનમાં લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં વધી રહેલા ચોરી-લૂંટના બનાવોને ડામવા પોલીસે અભિયાન છેડ્યું છે. શહેર પોલીસના ઝોન-6 વિસ્તારમાં આવેલા 7 પોલીસ મથકોમાં અભિયાન હાથ ધર્યું છે. કુખ્યાત ઈરાની ગેંગના સાગરીતોના ફોટા સહિતના બેનરો વિવિધ વિસ્તારોમાં લગાવાયા છે.

ઈરાની ગેંગ નકલી પોલીસ બની લૂંટ અને તફડંચીને અંજામ આપે છે. સ્થાનિક પોલીસ મથકોના PI, PSIએ જાહેર સ્થળો પર જઈ લોકોને જાગૃત કર્યા છે. ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી લોકોને માહિતગાર કરાયા છે.

તહેવારોમાં અમદાવાદ પોલીસ એક્શનમાં

અમદાવાદના મણિનગર, ઈસનપુર, વટવા, કાગડાપીઠ, દાણીલીમડા, નારોલ તેમજ વટવા GIDC પોલીસ મથક દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. આ પોલીસ મથકોના અધિકારીઓ જાહેર માર્ગો પર ઉતરીને લોકોને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઈરાની ગેંગ આંતરરાજ્ય ગેંગ છે. પોલીસના જ સ્વાંગમાં આવી તે ખાસ તો તે વૃદ્ધો અને મહિલાઓને ટાર્ગેટ બનાવીને લૂંટને અંજામ આપતી હોય છે. તહેવારોના સમયમાં આ ગેંગ વધુ સક્રિય થઈ જાય છે. તહેવારોની ભીડ વચ્ચે પણ જો ઈરાની ગેંગના કોઈ સાગરીતો નજરે પડી જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા લોકોને અપીલ કરાઈ છે.

Next Video