શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?શું કહેવુ છે FGPDAનું- જુઓ Video

હાલ ઈરાન ઈઝરાયેલ અને યુએસ વચ્ચે ભીષણ યુદ્દ ચાલી રહ્યુ છે. જેની ચપેટમાં મિડલ ઈસ્ટના અનેક દેશો પણ હોમાઈ રહ્યા છે. ત્યારે સહુ કોઈના મનમાં એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે શું આ યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે? આવો જાણીએ...

| Edited By: | Updated on: Mar 02, 2026 | 3:06 PM

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે દરેક સમાન્ય નાગરીકના મનમાં એક જ સવાલ છે કે શું યુદ્ધ લાંબુ ચાલ્યુ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે? આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખન મેહુલ પટેલનું કહેવુ છે કે યુદ્ધની અસર ભારતમાં નહીંવત રહેશે. દેશ પાસે પૂરતા પ્રમાણમાં ક્રુડનો જથ્થો ઉપલબ્ધ છે. આથી હાલ તો યુદ્ધને કારણે પેટ્રેલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય પરંતુ જો યુદ્ધ લાંબું ચાલ્યુ તો શું? એ અંગે તેમનુ કહેવુ છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવમાં સામાન્ય વધારો થઈ શકે છે. પરંતુ સરકારે અગાઉથી જ પૂરતા ક્રુડની વ્યવસ્થા કરી રાખી છે. આથી અફવાઓથી દૂર રહી ચિંતા ન કરવા અપીલ કરાઈ છે. તમામ સ્થિતિને પહોંચી વળવા હાલ સરકાર સક્ષમ હોવાનું તેઓ જણાવે છે.

મેહુલ પટેલના જણાવ્યા અનુસાર ક્રુડના ભાવ અને ડૉલરના ભાવના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થતા હોય છે. છેલ્લા બે દિવસથી જ્યારથી યુદ્ધ શરૂ થયુ છે ત્યારથી ક્રુડના ભાવમાં સામાન્ય વધારો થયો છે. પરંતુ હાલ એવો વધારો પણ નથી કે સરકારે ભાવ વધારવા અંગે વિચારવુ પડે. તો કહી શકાય કે હાલ પૂરતા તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાના કોઈ સંકેત નથી. જેના કારણે રાહતના સમાચાર છે.

ફરી એકસાથે દેખાયા સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, 13 દિવસમાં બીજી મુલાકાત- Video

Follow Us