Iran Israel War Breaking : કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત શું માણેક ચોકમાં જોવા મળશે?, કેવી છે સ્થિતિ જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 12, 2026 | 12:45 PM

ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગેસની અછતની અફવાને પગલે લોકોમાં ભારે ડર ફેલાયો છે. ત્યારે બીજી બાજુ અમદાવાદના ખાણીપીણીના માણેક ચોક બજાર પર તેની અસર જોવા મળશે કે નહીં? તેના વિશે પણ લોકોમાં કુતુહલ જોવા મળી રહ્યુ છે.

ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 13મો દિવસ છે. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ બાદ કોમર્શિયલ ગેસની કમી હોવા છતાય અમદાવાદમાં પણ હોટેલ ઉદ્યોગ પર અસર થવાની શક્યતા છે. ત્યારે સવાલ એ પણ છે કે શું માણેક ચોકના બજારની રોનક યથાવત રહેશે તે તેના પર પણ અસર જોવા મળશે?

તમને જણાવી દઇએ કે લોકોની ભીડ પણ હજી એવી જ છે, ગોટાળો ઢોસા અને આઇસક્રીમ તેમજ અન્ય ખાણીપીણીનો સ્વાદ માણવા સ્પેશ્યલ લોકો અહીંયા આવે છે. દુકાનદારોના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત યથાવત લાંબા સમયગાળા સુધી રહી તો ખાણીપીણી બજાર પર નિર્ભર પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જશે.

કોમર્શિયલ સિલિન્ડરની અછત

ભાવ વધારવાની વાતને દુકાનદારો સમર્થન નથી આપી રહ્યા કારણ કે આવી સ્થિતિમાં જો ભાવ વધશે તો એ ઘટશે નહીં અને લોકોને પોસાશે પણ નહીં. કોમર્શિયલ સિલિન્ડરની અછત લાંબો સમય રહેશે તો વૈકલ્પિક વ્યવસ્થામાં કોલસો અને લાકડા છે પણ એનાથી ખાણીપીણી બજારમાં આવનારા લોકોને જેટલી ઝડપથી ખાવાની વસ્તુઓ પીરસી શકાશે નહીં.

 

 

બજાર બંધ ના થાય એવી આશા

ગેસની અછત લારી ચલાવનારાઓ પણ વિપરીત થઈ શકે છે જેમની પાસે કોમર્શિયલ ગેસ સિવાય અન્ય વિકલ્પ નિરર્થક છે. બીજી બાજુ કોમર્શિયલ સિલિન્ડર ના મળતા હવે ડોમેસ્ટિક યૂઝના સિલિન્ડર પણ દુકાનદારો હવે ઉપયોગમાં લઈ રહ્યા છે. માણેક ચોકનું ખાણીપીણી બજાર અને અહીંયાનો સ્વાદ જેના માટે લોકો અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાંથી પણ આવે છે. રાત્રીના સમયે શરૂ રહેતું આ બજાર બંધ ના થાય એવી આશા તેઓ સેવી રહ્યા છે. હા વાત સાચી છે કે કોમર્શિયલ ગેસમાં અછત છે જેના કારણે સ્થિતિ બગડી શકે પણ એના વિકલ્પો પણ આવી જશે જેનાથી સ્થિતિ બગડે નહીં અને માણેક ચોકનું બજાર બંધ નહીં થાય.

માણેક ચોકનું બજાર રાત્રિના સમયે એના જાણીતા સ્વાદ અને ખાવાની ચીજવસ્તુઓના લજ્જતદાર સ્વાદને કારણે વખણાય છે. ત્યારે આ બજારની ચમક એમની એમ રહે અને ગુજરાતીઓને સ્વાદનો ચટાકો મળતો રહે એવી લોકોની અપેક્ષાઓ છે.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે.  અહી ક્લિક કરો

Published on: Mar 12, 2026 12:37 PM