Breaking News: IPL 2025 ની ફાઈનલ મેચમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી- Video

ક્રિકેટ રસિકો જો IPLની ફાઈનલની ટિકિટ મેળવવા માટે તલપાપડ બન્યા હોય તો આ સમાચાર વાંચીને ટિકિટ ખરીદજો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે IPL 2025 ની ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિધ્ન બનશે કે કેમ તેને લઈને મોટી આગાહી કરી છે.

| Updated on: Jun 02, 2025 | 1:52 PM

IPL-2025 ની ફાઈનલ મેચ માં મેઘરાજા વિધ્ન બનશે કે કેમ ! તેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી ક્રિકેટ રસિકોને નિરાશ કરનારી છે. અંબાલાલની આગાહી મુજબ IPLની ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડશે. અંબાલાલના જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે. ક્વોલિફાઈંગ મેચમાં પણ વરસાદ વિધ્ન બન્યો હતો અને થોડી કલાકો માટે મેચ રોકવાની ફરજ પડી હતી. ત્યારે અંબાલાલે આગાહી કરી છે કે ફાઈનલ દરમિયાન પણ વરસાદને કારણે IPLની ફાઈનલ મેચની મજા બગડી શકે છે. વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે.

ઉલ્લેખનીય છે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. ત્રીજી જૂને IPLની ફાઈનલ  બેંગાલુરુ અને પંજાબ વચ્ચે રમાવાની છે.  પંજાબ કિંગ્સ 11 વર્ષ બાદ IPLની ફાઈનલમાં પહોંચ્યુ છે. મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફાઈનલ મુકાબલો થવાનો છે.  ખરાખરીના જંગ અને રસાકસી ભરેલી ફાઈનલની સહુ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે જો વરસાદ વિધ્ન બન્યો તો મેચની મજા બગાડી શકે છે. હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદવાદમાં ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે.

Input Credit- Himanshu Patel- Gandhinagar

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની પડવાની હવામાન વિભાગની આગાહી, પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઇ શકે છે પવન– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:21 pm, Mon, 2 June 25