Vadodara : ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ, આરોપીઓને કોર્ટમાં કરાશે રજૂ, જુઓ Video

|

Oct 08, 2024 | 3:05 PM

વડોદરાના ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આરોપી મુન્ના અબ્બાસ બંજારા, મમતાઝ, શાહરુખ બંજારને કોઠી કચેરી ખાતે લવાયા છે. મામલતદાર સમક્ષ ત્રણેય આરોપીની ઓળખ પરેડ પૂર્ણ કરવામાં આવી છે.

વડોદરાના ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આરોપી મુન્ના અબ્બાસ બંજારા, મમતાઝ, શાહરુખ બંજારને કોઠી કચેરી ખાતે લવાયા છે. મામલતદાર સમક્ષ ત્રણેય આરોપીની ઓળખ પરેડ પૂર્ણ કરવામાં આવી છે. તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ પરેડ પૂર્ણ થયા પછી આરોપીઓને કોર્ટમાં રજુ કરાશે.

જાણો શું હતી સમગ્ર ઘટના

વડોદરાના ભાયલીમાં 16 વર્ષિય સગીરા સાથે બીજા નોરતાની રાત્રીએ ગેંગરેપની ઘટના બની હતી. સગીરા પર દુષ્કર્મ આચરનાર તમામ નરાધમો પોલીસ સકંજામાં આવી ગયા છે. ભાયલીમાં સૂમસામ રસ્તાની સડકના ડિવાઈડર પર સગીરા તેના મિત્ર સાથે બેસેલી હતી ત્યારે ત્રણેય નરાધમોએ નક્લી પોલીસ બની તેમની પૂછપરછ કરી અને ત્યારબાદ સગીરા સાથે તેના બોયફ્રેન્ડની સામે દુષ્કર્મ આચર્યુ હતુ. આ સમગ્ર ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે 48 કલાક બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી અને તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Next Video