Junagadh: પોરબંદર SP અને DYSP જૂનાગઢ પહોંચ્યા, પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં ધમધમાટ શરુ, જુઓ Video
Police Constable Suicide Case: પોલીસ કર્મચારીના આપઘાતના કેસમાં હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરુ થયો છે. પોરબંદર પોલીસ અધિક્ષક અને ડીવાએસપી સહિતના પોલીસ અધિકારી જૂનાગઢ પહોંચીને તપાસ કરી છે.
જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત પ્રકરણની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. હાઈકોર્ટે ટકોર કર્યા બાદ હવે તપાસને તેજ કરવામાં આવી છે. પોરબંદર SP જાડેજા સહિત DySP નીલમ ગોસ્વામી સહિતના અધિકારીઓ જૂનાગઢ પહોંચ્યા છે. જ્યાં જૂનાગઢમાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્રમાં પહોંચીને તપાસ શરુ કરી છે. SP બીયુ જાડેજા અને DySP ગોસ્વામી આપઘાત પ્રકરણમાં આરોપીઓની સંડોવણીને લઈ પૂરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર પહોંચી કેટલીક જરુરી વિગતોને ચકાસી હતી. કંટ્રોલ રુમની વિગતો મેળવવામાં આવી હતી. હાજરી સહિત, પોલીસ ગાડીની વિગતો સહિતની માહિતી પોરબંદર SP અને DySP એ મેળવી હતી. CCTV ના ફુટેજને લઈને પણ વિગતો મેળવવામાં આવી હતી. તપાસ બાદ જૂનાગઢ રેન્જ IG અને સરકારને અહેવાલ મોકલવામાં આવનાર છે. હાઈકોર્ટે પણ પોરબંદર SPને સીધુ મોનિટરીંગ તપાસનુ કરવા માટે કહ્યુ હતુ. જેના બાદ હવે પોરબંદર એસપી પણ તપાસમાં રુબરુ જૂનાગઢ પહોંચ્યા હતા.
