Gujarati Video : પોલીસ કેમ્પમાં MLAના ભાઇ હરેન્દ્રસિંહ ઝાલાની ફાયરિંગ પ્રેક્ટિસ મામલે તપાસ તેજ, 6 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનું ખુલ્યુ

Gujarati Video : પોલીસ કેમ્પમાં MLAના ભાઇ હરેન્દ્રસિંહ ઝાલાની ફાયરિંગ પ્રેક્ટિસ મામલે તપાસ તેજ, 6 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનું ખુલ્યુ

| Edited By: | Updated on: May 12, 2023 | 2:49 PM

Vadodara News : ફાયરિંગ પ્રેક્ટિસમાં MLAના ભાઇ હરેન્દ્રસિંહે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો ખુલાસો થયો છે. વડોદરા જિલ્લાના પોલીસ માટેની ફાયરિંગ પ્રેક્ટિસ પાવાગઢ ખાતે કરવામાં આવે છે. ત્યારે ફાયરિંગ કેમ્પના ઇન્ચાર્જ સહિતનાના નિવેદનો આ ઘટના બાદ લેવામાં આવ્યા છે.

વડોદરાના (Vadodara) પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઇની ફાયરિંગ પ્રેક્ટિસથી વિવાદ સર્જાયો છે. અંદાજે એક મહિના પહેલા આ ઘટના બની હતી. ત્યારે ફાયરિંગ પ્રેક્ટિસમાં MLAના ભાઇ હરેન્દ્રસિંહે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો ખુલાસો થયો છે. વડોદરા જિલ્લાના પોલીસ માટેની ફાયરિંગ પ્રેક્ટિસ પાવાગઢ ખાતે કરવામાં આવે છે. ત્યારે ફાયરિંગ કેમ્પના ઇન્ચાર્જ સહિતનાના નિવેદનો આ ઘટના બાદ લેવામાં આવ્યા છે. જેમાં એ બાબતનું સમર્થન મળ્યુ છે કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઇ હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- Gujarati video : રાજકોટમાં ટુરિસ્ટ સંચાલકો 20 લાખ રુપિયાનું ફુલેકું ફેરવી ફરાર, નોંધાઇ પોલીસ ફરિયાદ

આ ફાયરિંગ કરવા માટે પાદરા પોલીસના PI કે. જે. ઝાલા હરેન્દ્રસિંહ ઝાલાને સાથે લઇ ગયા હોવાનું સામે આવ્યુ છે. આમ તો વડોદરા જિલ્લા પોલીસનો જે ફાયરિંગ કેમ્પ છે તેમાં જો પોલીસ અધિકારીઓને પણ જવુ હોય તો ચોક્કસ નિયમોને અનુસરવા પડે છે. છતા પણ પાદરા પોલીસ સ્ટેશનના PI કે. જે. ઝાલા ખાનગી વ્યક્તિ એટલે કે હરેન્દ્રસિંહ ઝાલાને અંદર કઇ રીતે લઇ ગયા તેમની પાસે ફાયરિંગ પણ કેવી રીતે કરાયુ તે તપાસનો વિષય છે.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદના ધ્યાને આ બાબત આવતા તેમણે પીઆઇ કે. જે. ઝાલા પાસે આ બાબતે ખુલાસો માગ્યો છે. બાદમાં આ અંગે ડિપાર્ટમેન્ટલ તપાસ શરુ કરી દેવામાં આવી હતી. આ મામલાની તપાસ ગુપ્ત રાહે કરવામાં આવી રહી છે.

(વિથ ઇનપુટ-યુનુસ ગાઝી, વડોદરા)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
Loading...
Unable to load recommendations.