Gujarati video : રાજકોટમાં ટુરિસ્ટ સંચાલકો 20 લાખ રુપિયાનું ફુલેકું ફેરવી ફરાર, નોંધાઇ પોલીસ ફરિયાદ

Gujarati video : રાજકોટમાં ટુરિસ્ટ સંચાલકો 20 લાખ રુપિયાનું ફુલેકું ફેરવી ફરાર, નોંધાઇ પોલીસ ફરિયાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 2:17 PM

રાજકોટમાં (Rajkot) સ્માઇલ હોલીડેના સંચાલકો 20 લાખનું ફુલેકું ફેરવી ફરાર થઇ જતા લોકોને રોવાનો વારો આવ્યો છે. સ્માઇલ હોલીડેના દીપક તન્ના અને રિદ્ધિ તન્ના 2 પરિવારના 20 લાખ 40 હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયા છે.

હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ છે. લોકો પરિવાર સાથે બહાર જવાના આયોજન બનાવતા હોય છે. જોકે ટુરિસ્ટ સંચાલકોની લોભામણી જાહેરાતોમાં આવશો તો છેતરાશો. રાજકોટમાં (Rajkot) સ્માઇલ હોલીડેના સંચાલકો 20 લાખનું ફુલેકું ફેરવી ફરાર થઇ જતા લોકોને રોવાનો વારો આવ્યો છે. સ્માઇલ હોલીડેના દીપક તન્ના અને રિદ્ધિ તન્ના 2 પરિવારના 20 લાખ 40 હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયા છે. ફરિયાદીએ સિંગાપોર અને મલેશિયાના ટૂર પેકેજનું બુકિંગ કરાવ્યું હતું. સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં સંચાલક દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો- Gujarati Video : સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા, પીએમ મોદીની હાજરીમાં ખાદીના કપડામાં જોવા મળ્યા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">