અમદાવાદ : કબૂતરબાજીમાં ચોક્કસ ગ્રૂપની સંડોવણીની આશંકા, 65 ગુજરાતી મોટાભાગના માત્ર ધોરણ-12 પાસ, જુઓ વીડિયો
CID ક્રાઈમે વધુ 10 એજન્ટોના ડેટા ભેગા કર્યા છે. તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવાયું છે. માહિતી મળી છે કે દુબઇ પહોંચેલા 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મું ધોરણ પાસ છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા.
અમેરિકામાં ઘૂસણખોરી મામલે મોટો ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીમાં ચોક્કસ ગ્રૂપની સંડોવણીની આશંકા છે. CID ક્રાઈમે વધુ 10 એજન્ટોના ડેટા ભેગા કર્યા છે. તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવાયું છે. માહિતી મળી છે કે દુબઇ પહોંચેલા 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મું ધોરણ પાસ છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા.
મળતી માહિતી પ્રમાણે તમામ 65 ગુજરાતીઓ 10થી 16 ડિસેમ્બર 2023 સુધીમાં દુબઈ પહોંચ્યા છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવી હતી. તમામને રાત્રિની શિફ્ટમાં જ નોકરી કરવાની સૂચના આપવામાં આવી હતી. મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદના મુસાફરોની પૂછપરછ કરવામાં આવી છે. મોટાભાગના લોકોએ ધોરણ 8 થી 12 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે.
આ મુસાફરો લોકલ એજન્ટ મારફતે અમદાવાદથી દુબઈ અને દુબઈથી નિકારા ગુઆ અને નીકારા ગુઆથી અમેરિકા જવાના હતા. એજન્ટ 60 થી 80 લાખમાં અમેરિકા મોકલતા હતા. અમેરીકા જતા મુસાફરોને એજન્ટો 1 થી 3 હજાર ડોલર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે અમદાવાદથી મુંબઈ, દિલ્હી અને દુબઈ ફ્લાઈટ કોને બુક કરાવી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.
ગુજરાતથી દિલ્હી અને દિલ્હીથી દુબઈ કેવી રીતે પહોંચ્યા તેની CID તપાસ કરશે. એજન્ટોએ આ તમામ લોકો જો મેક્સિકોની બોર્ડર પર ઝડપાઇ જાય તો કેવી રીતે બચાવવા તે માટે ખાસ તૈયારી કરી હતી. ઇમિગ્રેશન લોયરની ખાસ ટીમ એજન્ટોએ બનાવેલી હતી.